ટંકારીઆ માં સરકારે કલા કોન્ફરન્સ યોજાઈ

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ગતરોજ રાત્રે મુસ્તુફાબાદ મેદાન પર બગદાદી ગ્રુપ દ્વારા હઝરત ગાઝી એ મિલ્લત સૈયદ હાશ્મિમીયાં કિછોછવી સાહબની સાદારતમાં હુઝૂર સરકારે કલા કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિશાળ જનમેદની વચ્ચે ગાઝીએ મિલ્લત ના શેહઝાદાઓ સૈયદ નુરાનીમીયા, સૈયદ સમદાનીમીયા, તથા હુઝૂર શૈખુલ ઇસ્લામ ના નૂરે નઝર સૈયદ હમઝા અશરફ તથા ખતીબ એ જમા મસ્જિદ ટંકારીઆ ખલિફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુર્રઝાક અશરફી, મૌલાના હશન હલદરવી, સૈયદ અહમદ અલી પાટણવાળા બાવા, કારી ઇમરાન ટંકારવી, ખલીફા એ શૈખુલ ઇસ્લામ સૂફી ઈસ્હાક સાહબ, તથા ઉલેમા એ કિરામ  હાજર રહ્યા હતા.
સૌ પ્રથમ નુરાનીમિયાએ ખિતાબ કર્યો હતો. તેમને તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અલ્લાહ વાળાઓને કોઈનો ડર લાગતો નથી. અલ્લાહ થી ડરો અને અલ્લાહ વાળાઓ સાથે થઇ જાઓ. અલ્લાહ વાળાઓનો કુર્બ હાંસલ કરવાથી જીવન સફળ થઇ જશે. ત્યારબાદ ગાઝીએ મિલ્લત એ તેમના વક્તવ્યમાં હુઝૂર સરકારે કલા ના જીવન પર રોશની પાડી હતી. છેલ્લે સલાતો સલામ અને દુઆઓ ગુજારી પ્રોગ્રામ સંપન્ન થયો હતો.
આ સમગ્ર પ્રોગ્રામ બગદાદી ગ્રુપના નવયુવાનોએ ખડે પગે રહી સફળ બનાવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*