ગત રોજ ભરૂચ જિલ્લાના ઇખર ગામે ટંકારીઆ (મુસ્તાક લાગીયા, રિક્ષાવાળા) તથા મતદાર ઇલેવન વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ માં ટંકારીઆ (મુસ્તાક લાગીયા, રિક્ષાવાળા) ની ટીમનો શાનદાર વિજય થતા ચકચાર ફેલાઈ જવા પામ્યું છે. ભરૂચ જિલ્લાની ધુરંધર ગણાતી મતદાર ઈલેવનને હરાવી ટંકારીઆ (મુસ્તાક લાગીયા, રિક્ષાવાળા) ની ટીમનો જુસ્સો એકદમ વધી ગયો હતો. અનિશ્ચિતતા ભરેલી ક્રિકેટ ની રમત માં જો જીત વોહી સિકંદર ઉક્તિને સાચી ઠેરવી હતી. સમગ્ર પંથક માં આ મેચ વિશે ચૌરે ને ચૌટે ચર્ચાઓનો દૌર ચાલુ થઇ ગયો હતો.
આ થકી અમો ટંકારીઆ (મુસ્તાક લાગીયા, રિક્ષાવાળા) ની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.

સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ આયોજિત ફૂટબોલ ટુર્નામેન્ટ માં વરેડીયા વિજયી

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પ્રથમ વાર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ આયોજિત ટુર્નામેન્ટ ની ફાઇનલ ગતરોજ રાત્રે વરેડીયાઅને નબીપુર વચ્ચે રમાઈ હતી. જેમાં આખરી તબક્કા સુધી રસાકસી ભરી બની ગયેલી આ ફાઇનલ માં પેનલ્ટી શૂટઆઉટ માં ૩/૧ થી વરેડીયા ટિમ નો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટ માં કુલ ૮ ગ્રામ્ય કક્ષાની ટીમોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટ ના ઇનામ વિતરણ સમારંભમાં મકબુલ અભલી, અબ્દુલ્લાહ ટેલર, સરપંચ આરીફ પટેલ, અલ્તાફ ગાંડા, મુસ્તુફા ખોડા, ઝાકીર ઉમતા, તથા ગામ ના વડીલો, નવયુવાનો બાળકો તથા ગામ પરગામ થી ફૂટબૉલ રસિકો  હાજર રહ્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન અબ્દુલ્લાહ કામઠી એ કર્યું હતું.

One of the world’s most prestigious London Marathon was held today in the City of London in the backdrop of the world’s most famous streets, buildings and cheers of fans.  We are glad to inform you all that, One of our Tankarvi Brother Salim Banglawala took part in this marathon and managed Half marathon. This is great feat of achievement on an individual level and as a Bharuchi Vohra Community. Salim also managed to raise over £400 for breast care research.

Many congrats to Brother Salim.