ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી એસ.એસ.સી. ની પરીક્ષાનો પ્રારંભ સમગ્ર ગુજરાત માં આજથી થઇ ગયો છે. ટંકારીઆ કેન્દ્ર પર સવારના ૯ વાગ્યા થીજ પરીક્ષાર્થીઓના ટોળે ટોળા ટંકારીઆ હાઈસ્કૂલ માં ભેગા થઇ ગયા હતા. આ વખતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે અતિ ઉત્સાહી દેખાયા હતા. ટંકારીઆ કેન્દ્ર પર કુલ ૫૫૧ વિદ્યાર્થીઓ માંથી ૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને ૫૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડ માં બેઠા હતા. તદુપરાંત ટંકારીઆ હાઇસ્કૂલની એક શારીરિક અપંગ વિદ્યાર્થીની પણ પરીક્ષા આપતા નજરે પડી હતી.
પાલેજ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ સફળતાના સર્વોચ્ય શિખરો સર કરો તેમજ ભવિષ્યની કારકિર્દી નું ઉજ્જવળ ઘડતર કરો એવી હાર્દિક શુભેછાઓ.