Foot Ball Tournament in Tankaria.
સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ આયોજિત ફૂટબોલ ટુર્નામેન્ટ માં વરેડીયા વિજયી
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પ્રથમ વાર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ આયોજિત ટુર્નામેન્ટ ની ફાઇનલ ગતરોજ રાત્રે વરેડીયાઅને નબીપુર વચ્ચે રમાઈ હતી. જેમાં આખરી તબક્કા સુધી રસાકસી ભરી બની ગયેલી આ ફાઇનલ માં પેનલ્ટી શૂટઆઉટ માં ૩/૧ થી વરેડીયા ટિમ નો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટ માં કુલ ૮ ગ્રામ્ય કક્ષાની ટીમોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટ ના ઇનામ વિતરણ સમારંભમાં મકબુલ અભલી, અબ્દુલ્લાહ ટેલર, સરપંચ આરીફ પટેલ, અલ્તાફ ગાંડા, મુસ્તુફા ખોડા, ઝાકીર ઉમતા, તથા ગામ ના વડીલો, નવયુવાનો બાળકો તથા ગામ પરગામ થી ફૂટબૉલ રસિકો હાજર રહ્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન અબ્દુલ્લાહ કામઠી એ કર્યું હતું.






TANKARIA WEATHER
Leave a Reply