સ્વાઈન ફ્લૂના રોગ સામે રક્ષણ કાજે આજ રોજ ટંકારીઆ ગામમાં દરેક ફળિયામાં રિક્ષામાં અમૃતપેય આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ભરૂચ જિલ્લા પંચાયત ના માજી સભ્ય મકબુલ અભલી તથા તાલુકા પંચાયત ના સભ્ય અબ્દુલ્લાહ ટેલર તરફથી નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે પણ બિલાલ મેલા ભારે જહેમત ઉઠાવી મહોલ્લે મહોલ્લે ફરી ઉકાળો વહેંચતા નજરે પડે છે.

આગામી આવતા બકરી ઈદ અને ગણેશ ચતુર્થીના તહેવાર નિમિતે પાલેજ પોલીસ સ્ટેશન ના પી. આઈ. જે. એન. ઝાલા ના પ્રમુખ સ્થાને એક શાંતિ સમિતિની બેઠક નું આયોજન ગામ પંચાયત માં કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી આવતા બકરી ઈદ અને ગણેશ ચતુર્થીના તહેવાર નિમિતે શાંતિ સમિતિની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલેજ પોલીસ સ્ટેશન ના પી. આઈ. જે. એન. ઝાલા તથા તેમનો સ્ટાફ આશિષ ભાટિયા, જમાદાર અર્જુન વસાવા, જમાદાર ફકીર મોહમ્મદ તથા ગામના સરપંચ ઇકબાલ કબીર, ડે. સરપંચ અલ્તાફ ગાંડા, તાલુકા પંચાયત ના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા વિશાલ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પી. આઈ. જે. એન. ઝાલા એ બંને તહેવારો શાંતિ અને સોહાર્દભર્યાં વાતાવરણમાં ઉજવવાની અપીલ કરી હતી.

સ્વાઈન ફલૂ નામના રોગ નો કહેર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો હોય ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ખાનગી એન.જી.ઓ. ગ્રુપ આશા ચેરીટેબલ ટ્રસ્ટ (બચ્ચા અબ્બાસ) દ્વારા સ્વાઈન ફલૂ ના રોગ થી રક્ષણ આપતા આયુર્વેદિક કાઢાનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું.