ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે દારુલ ઉલુમ મુસ્તુફાઇય્યાહ દ્વારા ગત રોજ ઈશાની નમાજ બાદ ખત્મે બુખારી શરીફ નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.
કુરાને પાક ની તિલાવત થી પ્રોગ્રામ ની શરૂઆત થઇ હતી. અને ત્યાર બાદ બુખારી શરીફ ની હદીસો ની પઢાઈ બાદ મુફ્તી નૂર સઇદ સાહેબે બુખારી શરીફ ના લેખક ઇમામ બુખારી (રહ) ના જીવન ચરિત્ર ની ઝાંખી આપી હતી. એમને કઈ રીતે અને કેટલી મહેનત થી હદીસ શરીફો નો સંગ્રહ કર્યો હતો તે વિશે વિસ્તૃત ચર્ચા તેમના બયાન માં કરી હતી. અને ત્યાર બાદ દુઆઓ ગુજરી સલાતો સલામ બાદ પ્રોગ્રામ ની પુર્ણાહુતી થઇ હતી. આ પ્રોગ્રામ માં વિશાળ સંખ્યામાં અકીદતમંદો એ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.

મદ્રસ્સા એ મુસ્તુફાય્યાહ ટંકારીઆ કે જેમાં આશરે ૮૦૦ તુલ્બાઓ દીની તાલીમ લઇ રહ્યા છે તેનો વાર્ષિક ઈનામી જલસો આગામી તારીખ ૧૨ મેં ૨૦૧૮ ના શનિવારના રોજ રાખવામાં આવ્યો છે. આ વાર્ષિક જલસા માં દર વર્ષ ની જેમ ટૂલબાઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે. અને એનો ખર્ચ આશરે ૪ લાખ રૂપિયા જેટલો થાય છે. અગર આપ આપની લીલ્લાહ રકમ મદ્રસ્સા માં આપી મદદ રૂપ થવા ઇચ્છતા હોવ તો આપ નીચે જણાવેલ વ્યક્તિઓ સુધી પહોંચાડી શકો છો.
૧. ઇબ્રાહિમ માસ્ટર મન મન
૨. સાજીદ લારીયા