ટંકારીઆ: ચાર પુસ્તકોનું લોકાર્પણ અને સન્માન સમારંભ

૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ટંકારીઆ ગામમાં પુસ્તક લોકાર્પણ અને  મહાનુભાવોના સન્માનના કાર્યક્રમનું આયોજન મુશાયરાના કાર્યક્રમની સાથે થયું હતું. 

સન્માન સમારંભ:

સન્માન સમારંભના કાર્યક્રમમાં ડૉ. અદમ ટંકારવી સાહેબને ‘ટંકારીઆ રત્ન’ એવોર્ડ અને અન્ય મહાનુભાવો અને વિધાર્થીઓને સન્માનપત્રો આપી સન્માનિત કરાયા હતા.

પુસ્તક લોકાર્પણ: 

પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમાં કુલ  ચાર પુસ્તકો (૧) ‘પ્રેમી‘ દયાદરવી કૃત “નજરાણું”, (૨) શાહિદ ઉમરજી કૃત “હાર્ટ ટુ હાર્ટ”,  (૩) નાસીરહુસેન લોટીયા લિખિત “ચાલો ગઝલ શીખીએ” અને (૪) અઝીઝ ટંકારવી સંપાદિત “સનાતન મૂલ્યોની કથાઓ”ની લોકાર્પણવિધિ કરવામાં આવી હતી. આ ચાર પુસ્તકો પૈકી ‘ચાલો ગઝલ શીખીએ’ પુસ્તકની .pdf કોપી ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

ચાલો ગઝલ શીખીએ. સંપાદક: નાસીરહુસેન લોટીયા.

નોંધ : આ કાર્યક્રમમાં જે અન્ય ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું એ પુસ્તકો પણ વાંચકોને વાંચવા મળે એ માટે એ પુસ્તકોની .pdf કોપી ઉપલબ્ધ થશે ત્યારે આ પેજ પર અપલોડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*