ટંકારિયામાં “ઈદ એ મિલાદ” ની સાદગીભરી ઉજવણી થઇ

ઇસ્લામ ધર્મ ના મહાન સ્થાપક હઝરત મુહમ્મદ [સલ્લલ્લાહો અલયહે વ સલ્લમ] નો વિલાદત નો દિવસ એટલેકે હિજરી માહ રબીઉલ અવ્વલ ની ૧૨ મી તારીખ જેને “ઈદ એ મિલાદ” થી પણ ઓળખવામાં આવે છે. જેની ઉજવણી અકીદતમંદો ધામધૂમ થી કરે છે જે અંતર્ગત આજે જુમ્મા ના દિવસે “ઈદ એ મિલાદ” ના સંયોગથી બેવડો આધ્યાત્મિક ઉલ્લાસ જોવા મળ્યો હતો.
આજે પરોઢિયે થી વિવિધ મસ્જિદોમાં લોકો ભેગા થઇ સલાતો સલામ, મનકબત પઢવાનો સિલસિલો ચાલુ થઇ ગયો હતો. દરમ્યાન આ વખતે વૈશ્વિક મહામારી ચાલતી હોવાથી સરકારના આદેશ અનુસાર ધાર્મિક મેળાવડા, જુલુસ વગેરે પર પ્રતિબંધ હોય આ વખતે “ઈદ એ મિલાદ” નું જુલુસ મોકૂફ રાખવામાં આવ્યું હતું. અને સરકારની ગાઇડલાઇન મુજબ એકદમ સાદાઈપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ફજરની નમાજ બાદ પૈગમ્બર સાહેબના બાલ મુબારકની પવિત્ર જિયારત કરાવવામાં આવી હતી. અને ત્યાર બાદ સર્વત્ર મીઠાઈ વહેંચી કરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારીઆ ગામની મસ્જિદોમાં પ્રથમ ચાંદ થી લઈને ૧૨ માં ચાંદ સુધી ઈશાની નમાજ બાદ પૈગમ્બર સાહેબના પવિત્ર જીવન પર રોશની પાથરવામાં આવી હતી. જેમાં ઐતિહાસિક જામા મસ્જિદમાં ખતીબ ઓ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી [ખલિફા એ શૈખુલ ઇસ્લામ] તથા પાદર વાળી મસ્જિદમાં હાંફીઝો કારી ઇમરાન અશરફીએ સતત ૧૨ દિવસ બયાનો કર્યા હતા અને ખિરાજે અકીદત અર્પણ કરવામાં આવી હતી.. આમ ટંકારીઆ તથા પંથકમાં એકદમ સાદાઈ પૂર્વક “ઈદ એ મિલાદ” ની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ટંકારીઆ કસ્બામાં ગામના નવયુવાનોએ રંગબેરંગી લાઈટ ના તોરણોથી ગામને ઝગમગતું કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*