પાલેજ રોડ પર બાવળ નું ઝાડ પડતા એક ને ઇજા
ભરૂચ તાલુકાના ટંકારીઆ પાલેજ રોડ પર ઠીકરીયા ગામ પાસે બાવળ નું ઝાડ ધરાશાયી થતા ટંકારીઆ ગામના સફવાન મુસ્તાક કબીર ને હાથમાં ફ્રેક્ચર થવા પામ્યું છે.
બનાવ ની વિગત એમ છે કે ટંકારીઆ પાલેજ રોડ પર થી રાત્રે આશરે પોણાબાર વાગ્યે પાલેજ તરફ ટંકારીઆ ના રહીશ સફવાન મુસ્તાક કબીર મોટર બાઈક લઈને પસાર થતા હતા તે દરમ્યાન ઠીકરીયા પાસે બાવળનું ઝાડ ધડાકા સાથે ધરાશાયી થતા સફવાન ને હાથ માં ફ્રેક્ચર થવા પામ્યું છે જેને ભરૂચ ની હોસ્પિટલ માં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમનું હાથનું ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ રસ્તા પર વારંવાર આવા ઝાડ ધરાશાયી થવાના બનાવો અવારનવાર બને છે અને રાહદારીઓ ને વારંવાર અકસ્માત નો ભોગ બનવું પડે છે તો શું તંત્ર આવા જર્જરિત થઇ ગયેલા ઝાડો ની તપાસ કરાવી તેને દૂર કરવાના પ્રયાસો કરશે?

TANKARIA WEATHER
Leave a Reply