ઇસ્લામ ધર્મ ના મહાન પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ) સાહેબના જન્મ ના પવિત્ર દિવસ એટલે કે ૧૨ રબીઉલ અવ્વલ કે જેને ઈદેમિલાદ કહેવામાં આવે છે. આજરોજ ઈદેમિલાદ ના પવિત્ર દિવસે ટંકારીઆ માં ઈદેમિલાદની ઉજવણી ભારે ઉલ્લાસભેર કરવામાં આવી હતી. પરોઢિયે ૪ વાગ્યાથી મસ્જિદોમાં સલાતો સલામ, નાત શરીફ ટંકારીઆ ની ફીઝાઓમાં ગુંજતી થઇ ગઈ હતી. અને ત્યાર બાદ ફઝરની નમાજ પછી ઝુલુસે ઈદેમિલાદ ખાંધિયા કોલોનીમાં રહેતા પાટણવાળા બાવાના ઘરે થી કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં નવયુવાનોએ ભાગ લીધો હતો. અને આ ઝુલુસ ખરી ના રસ્તેથી પાદર થઇ બઝાર, સાપ સ્ટ્રીટ, ડેલાવાળા ફળિયામાં થઇ નાના પાદર ના રસ્તે થઇ જામા મસ્જિદ ખાતે આવ્યું હતું. આ ઝુલુસમાં “સરકાર કી આમદ મરહબા” ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અને જામા મસ્જિદ ખાતે પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ) ના બાલમુબારક ની જિયારત કરવામાં આવી હતી. ઠેરઠેર મીઠાઈ, લાડુ વિગેરે તોહફા તરીકે ગામલોકો વહેંચતા નઝરે પડ્યા હતા.

Hajiyani Bibiben Mohammed Ghoga (Grandmother of Aiyub Ghogha) passed away in Chicago.

إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعون

May Allah Swt grant her a place in Jannatul Firdaus. Aameen.

ટંકારીઆ નું નાક એટલેકે પાદર…… સુથાર સ્ટ્રીટના નવયુવાનોએ ઈદ એ મિલાદ ના અવસર પર એલ. ઈ. ડી. લાઈટો નું પાદરના મુખ્ય થાંભલાઓ પર ડેકોરેશન કરતા પાદરમાં જાણે રંગબેરંગી જાઝમ પાથરી હોય તેવા દ્રશ્યો ઉભા થયા છે. અને રંગબેરંગી પ્રકાશથી પાદરની રોનકમાં અનેરો વધારો જોવા મળી રહ્યો છે. મન મોહીલે તેવા ડેકોરેશન કરવા બદલ ગામલોકો આ નવયુવાનોને તારીફો ના પુષ્પો અર્પણ કરી રહ્યા છે. અને હજુ પણ પાદરમાં સર્કલ અને મુખ્ય પ્રવેશ દ્વાર પર પણ ડેકોરેશન કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. નીચે અપલોડ કરેલ દ્રશ્યો કેમેરામાં કંડારાઈ ગયા છે.

ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના પ્રારંભાયેલા પવિત્ર વિશેષ રબીઉલ અવ્વલ માસ પ્રસંગે સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે ખુબજ દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે મસ્જિદો, દરગાહો તથા મકાનો અને ગલીઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. રબીઉલ અવ્વલ માસના પ્રથમ ચાંદથી બારમા ચાંદ સુધી મસ્જિદોમાં નાતશરીફ અને બયાનના કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવે છે. જે અંતર્ગત ટંકારીઆ નગરની જામે મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયામાં દરરોજ રાત્રે ઈશાની નમાજ બાદ બયાનો ના પ્રોગ્રામ યોજાઈ રહ્યા છે. નગરની જામે મસ્જિદમાં ખલિફા એ શૈખુલ ઇસ્લામ મૌલાના અબ્દુલરઝાક અશરફી તથા મસ્જીદે મુસ્તુફાઇયયામાં મુફ્તી નૂર સઇદ દ્વારા હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડતા ચોટદાર બયાનોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો બયાનોમાં હાજરી આપી ફૈઝીયાબ થાય છે. તેમજ ટંકારીઆ ગામના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મસ્જિદો તથા મુખ્ય રસ્તાઓને ટ્રસ્ટના સભ્ય અમીનભાઈ કડા તથા તેમની ટીમ દ્વારા આબેહૂબ રીતે શણગારવામાં પણ આવ્યા છે. જેની ઝલક નીચે ફોટાઓમાં જોઈ શકો છો.