ટંકારીઆ માં ઈદેમિલાદ ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
ઇસ્લામ ધર્મ ના મહાન પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ) સાહેબના જન્મ ના પવિત્ર દિવસ એટલે કે ૧૨ રબીઉલ અવ્વલ કે જેને ઈદેમિલાદ કહેવામાં આવે છે. આજરોજ ઈદેમિલાદ ના પવિત્ર દિવસે ટંકારીઆ માં ઈદેમિલાદની ઉજવણી ભારે ઉલ્લાસભેર કરવામાં આવી હતી. પરોઢિયે ૪ વાગ્યાથી મસ્જિદોમાં સલાતો સલામ, નાત શરીફ ટંકારીઆ ની ફીઝાઓમાં ગુંજતી થઇ ગઈ હતી. અને ત્યાર બાદ ફઝરની નમાજ પછી ઝુલુસે ઈદેમિલાદ ખાંધિયા કોલોનીમાં રહેતા પાટણવાળા બાવાના ઘરે થી કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટીસંખ્યામાં નવયુવાનોએ ભાગ લીધો હતો. અને આ ઝુલુસ ખરી ના રસ્તેથી પાદર થઇ બઝાર, સાપ સ્ટ્રીટ, ડેલાવાળા ફળિયામાં થઇ નાના પાદર ના રસ્તે થઇ જામા મસ્જિદ ખાતે આવ્યું હતું. આ ઝુલુસમાં “સરકાર કી આમદ મરહબા” ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અને જામા મસ્જિદ ખાતે પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ) ના બાલમુબારક ની જિયારત કરવામાં આવી હતી. ઠેરઠેર મીઠાઈ, લાડુ વિગેરે તોહફા તરીકે ગામલોકો વહેંચતા નઝરે પડ્યા હતા.
Leave a Reply