Death news from India
Aemna Vali Musa Bapuji [Mother of Abdullah Bapuji] passed away at Bharuch. Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bharuch after Isha prayer. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush.
TANKARIA WEATHER
Marriage function of 1. Khalid Ilyas Larya 2. Anish Altafmastar Robad held in Tankaria today.






















.ઈદે મિલાદુન્નબી સલ્લલ્લાહો અલયહે વસલ્લમ નિમિતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ ના ઉપક્રમે નાત શરીફનો પ્રોગ્રામ ગતરોઝ બાદ નમાજે ઈશા મોટા પાદર ના વિશાળ પટાંગણમાં યોજાયો હતો. જેમાં બોરસદના મશહૂર નાતખ્વાન ઓએ નાતશરીફ પેશ કરી હતી. નાત સાંભરવામાટે મોટી સંખ્યામાં આશીકોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.












૨૧ દિવસના દિવાળી વેકેશનના વિરામ બાદ ટંકારીઆ અને પંથકની સરકારી અને ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલ અને શૈક્ષણિક પ્રવુત્તિઓથી ધમધમી ઉઠી છે. બીજું સત્ર શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવુત્તિઓથી વ્યસ્ત રહેશે. કેમકે પહેલા સત્રની તુલનામાં ધાર્મિક તહેવારોની રજાઓ પ્રમાણમાં ઓછી રહે છે. ૧૪ મી નવેમ્બરથી શરુ થયેલ બીજું સત્ર ૩જી મે ૨૦૨૦ સુધી કાર્યરત રહેશે. ત્યારબાદ ૪ જી મે થી સમર વેકેશન નો પ્રારંભ થશે જે ૭ મી જૂન સુધી રહેશે.
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ સંચાલિત નોકઆઉટ વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ આજરોજ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પાર કરવામાં આવ્યો હતો. વિશાળ પ્રેક્ષકો ધરાવતા આ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવાનું જિલ્લાના તથા ગુજરાતના ક્રિકેટ ખેલાડીઓનું એક સ્વપ્ન હોય છે.
ઉદ્ઘાટન સમારંભ ની શરૂઆત કુરાન શરીફ ના પઠનથી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી એ પોતાના ઉદ્ઘાટન પ્રવચનમાં દરેક ક્રિકેટ પ્રેમીઓને તથા ક્રિકેટરોને આ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાય અને ક્રિકેટનો આનંદ માણી શકો એવી અપીલ કરી હતી. તથા સ્પોર્ટ્સ ક્લબના સંચાલક ઝાકીરભાઈ ઉમતાએ પણ પોતાના ટૂંકા પ્રવચનમાં ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સભ્ય મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાભાઈ ટેલર તથા સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માનભાઈ લાલન તથા મુસ્તુફા ખોડા, યાસીન શંભુ, બિલાલ લાલન તેમજ ગામના નવયુવાનો, વડીલો, ક્રિકેટ પ્રેમીઓ, આગેવાનો પાલેજ ના અગ્રણી શબ્બીરભાઈ, વલણ ગામના અગ્રણી મુસ્તાક ટટ્ટુ, મેસરાદના અગ્રણી વાજિદ જમાદાર તેમજ ઇખરના હારુન હેન્ડી તથા પરીએજ ના ઈરફાન સરબલ, ભરૂચ થી પધારેલા રતિલાલ પરમાર તેમજ કરણ ટેલર અને સાદિક સાલેહ તથા આસપાસના ગામના આગેવાનો તથા ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા. અબ્દુલ્લાહ કામથી એ સ્પોર્ટ્સ ક્લબના તમામ સદસ્યોનો આભાર માન્યો હતો.
સમગ્ર સમારંભ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું.










































A grand nyaz program on the occasion of Eid-E-Milad held at Patel wadi, Nana Padar by Nana padar young circle for whole village of Tankaria.




















