આજરોજ તારીખ ૯ ઓગસ્ટ ને મંગળવારના દિવસ એટલેકે ૧૦ મી મહોર્રમ ૧૪૪૪ શહાદતે શોહદાએ કરબલા. કરબલાના તપતા રણ માં અસત્ય સામે નહિ ઝૂકીને સત્યના ઝંડાને બુલંદ કરવા માટે આપણા પ્યારા નબી સલ્લલાહો અલૈહે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાનશીનોનો શહાદતનો દિવસ જેને યવમે આસુરા તરીકે મનાવવામાં આવે છે. ટંકારીઆ કસ્બામાં જેવો મહોર્રમ નો પહેલો ચાંદ નજરે પડે છે તે રાત્રિથી ઈશાની નમાજ બાદ શોહદાએ કરબલાની શાનમાં બયાનોનો દૌર ચાલુ થઇ જાય છે જે અંતર્ગત પ્રથમ ચાંદથી ઐતિહાસિક જામે મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયા માં મૌલાના હઝરત અબ્દુલરઝાક અશરફી અને મુફ્તી હઝરત નૂર સઇદ સાહેબ દ્વારા ૧૦ મી મહોર્રમ સુધી બયાનો કરવામાં આવ્યા હતા અને મોટો સંખ્યામાં ઝાયરિનોએ હાજરી આપી ફેઝિયાબ થયા હતા. અને ૧૦ મી મહોર્રમના દિવસે સવારે ૮ વાગ્યાથી આ બંને મસ્જિદોમાં વિશિષ્ટ નફિલ નમાજો, દુઆઓ તથા સલામ તથા ઝિક્ર નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇમામ સાહેબોએ સમગ્ર માનવજાતની ભલાઈઓ માટે દુઆઓ ગુજારી હતી. ત્યાર બાદ ઠેર ઠેર શરબતોની સબીલો લાગેલી પણ જોવા મળી હતી.
ય રબ્બુલ ઇઝ્ઝત…………….. એ સારી કાયેનાતના ખાલિક વ માલિક…….. એ સમગ્ર સૃષ્ટિના પાલનહાર… એ જિંદગી અને મૌતનો ફેંસલોઃ કરવા વાળા….. એ બીમારોને શિફા આપવા વાળા….. અમે તો ગુનેહગાર છીએ, ખતાકાર છીએ…… અમારા તમામ નાના મોટા ગુનાહોને તારા પ્યારા મહેબૂબ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ ના સદકા માં માફ કરી આપ.. અમે સૌ અમારા ગુનાહોની તૌબા કરીએ છે યા ગફૂરૂર રહીમ ………….. તું જ અમારા ગુનાહો માફ કરવા વાળો છે.

ટંકારીઆ કસ્બામાં આજે ભરૂચ પાલેજ મુખ્યમાર્ગ પર મુસ્તાક દૌલાના ઘરની બાજુમાં અતુલ બેકરી ની ફ્રેન્ચાઇઝીસ માં રુહાન એન્ટરપ્રાઇઝીસ દ્વારા અત્યંત આધુનિક બેકરી નું ઉદ્ઘાટન આજરોજ અલ્લી સાહેબ દેંગમાસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ એન્ટરપ્રાઇઝીસ ના માલિક દાઉદ સાહેબ દેંગમાસ્ટર ના પુત્રવધુ ડો. દિલશાઝબાનું ડો. સોયેબ દેંગમાસ્ટર છે. આ બેકરીમાં એકદમ લેટેસ્ટ બેકરીની તમામ આઇટમો એકદમ ફ્રેશ અને હાઈજેનીક મળશે. આ થકી અમો દેગ ફેમિલીને મુબારકબાદી આપી તેમના રોજગારમાં બરકતોની દુઆ કરીએ છીએ.

આજે પણ આ ચિત્ર આંખનાં ખૂણા ભીના કરી દે છે. ગ્રામ્યજીવનને ઉજાગર કરવા, એની મીઠી યાદને હૈયે ભરવા આ ચિત્ર પૂરતું છે. પહેલા તો સૌ ગામડાંમાં રહેતા ત્યારે ગામથી ખેતર એક કિ.મી થી લઈને ત્રણેક કિ.મી જેટલી દુર હોઈ. અમુક સવારથી ઢોર – ઢાંખન લઈને ખેતર જતાં ત્યાં ચરાવતા અને સાંજે આવે ત્યારે ઢોરોને લેતા આવતા. કોઈને વળી એકા’દ ભેંસ કે ગાય હોય તો એ વાડીએ લઈ જવાને બદલે સાંજે ઘરે આવે ત્યારે ઘાસની ગાંસડી માથા ઉપર મુકીને લઈને આવતા.
હવે આ ચિત્ર ઉપર પ્રકાશ પાડીએ તો માં સાથે નાનકડી દીકરી છે એણે પણ પોતાનાં માથા ઉપર ઘાસની નાનકડી ગાંસડી મુકી છે. મને આમા ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આટલુ ઘાસ લેય કે ન લેય શું ફર્ક પડવાનો! પણ અહી વાત અલગ છે અને એ ગામડાંમાં મોટા થયેલા દરેકને ખબર હોય છે છતાં એ વાત હું અહી ટાંકુ છું. માં લેશ પણ ન ઈચ્છતી હોઈ કે મારી નાનકડી દીકરી માથા ઉપર ઘાસની ગાંસડી લે પરંતુ દીકરી જીદ કરતી હોય છે કે, માં તું માથા ઉપર ઘાસની ગાંસડી લે છે તો મારે પણ લેવી છે. મારી માં ઘાસની ગાંસડી લઈને જતી હોય તો હું કેમ ન લઉ!. આ બધી મજા હતી ગામડાની. આપણે પણ બાળપણમાં આ બધુ કરી ચૂક્યા છીએ. આ બધુ જોઈને જ આપણી ગ્રામ્ય સંસ્કૃતિ આગળ વધતી હતી.