વિધાનસભાની પ્રથમ ચરણની ચૂંટણી આજરોજ સંપન્ન થઇ. જેમાં ટંકારીઆ ગામમાં કુલ ૫૫.૩૫% મતદાન નોંધાયું હતું. મતદાન એકદમ શાંતિ પૂર્વક સંપન્ન થયું હતું. ચૂંટણી કમિશ્નર દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગામના તમામ વયના લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પ્રથમ વખત મતદાન કરનાર નવયુવાન ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.

વિધાનસભા ચૂંટણી ૨૦૨૨
ટંકારીઆ ગામનું મતદાનનું સરવૈયું
વોર્ડ ૧ – કન્યાશાળા મુખ્ય – ૬૦૯ મતદાન થયું કુલ મતદારો ૧૧૨૯                                             ૫૩.૯૪%
વોર્ડ ૨ – કુમારશાળા મુખ્ય – ૫૪૮ મતદાન થયું કુલ મતદારો ૧૧૦૫                                            ૪૯.૫૯%      
વોર્ડ ૩ – પ્રાથમિક બ્રાન્ચ કન્યા શાળા પશ્ચિમ – 647 મતદાન થયું કુલ મતદારો ૧૦૮૩              ૫૯.૭૪%
વોર્ડ ૪ – પ્રાથમિક બ્રાન્ચ કન્યા શાળા પૂર્વ – 571 મતદાન થયું કુલ મતદારો ૧૦૪૫                    ૫૪.૬૪%
વોર્ડ ૫ – હાઈસ્કૂલ પૂર્વ રૂમ નંબર નંબર ૬ – ૬૮૩ મતદાન થયું કુલ મતદારો ૧૨૦૯                  ૫૬.૪૯%
વોર્ડ ૬ – હાઈસ્કૂલ પૂર્વ રૂમ નંબર નંબર ૭ – 522 મતદાન થયું કુલ મતદારો ૧૦૧૪                  ૫૧.૪૭%
વોર્ડ ૭ – હાઈસ્કૂલ સ્ટાફ રૂમ – ૬૪૮ મતદાન થયું કુલ મતદારો ૧૧૦૦                                      ૫૮.૯૦%
વોર્ડ ૮ – હાઈસ્કૂલ પૂર્વ રૂમ નંબર ૮ – ૬૪૩ મતદાન થયું કુલ મતદારો ૧૧૧૯                            ૫૭.૪૬%

ગામના કુલ મતદારો ૮૮૦૪
મતદાન થયું ૪૮૭૧
કુલ મતદાનની ટકાવારી ૫૫.૩૨%

આજે બેટી સોહાના કે જે બિલાલ લાલન ની સુપુત્રી છે તેના વેવિશાળ [એન્ગેજમેન્ટ] નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

Our beloved Tankarvi a co-creator of this web site Haji Shakeel Abdullah Bha visited Mecca for Umrah purpose.   Alhamdolillah he has performed his Umrah and returned to America. May Allah accept his Umrah and Ibadat. During this, He visited Haji Ibrahim Manaman and Matin Manaman of our  village. 

ટંકારીઆમાં કોંગ્રેસના સુલેમાન પટેલની જંગી જાહેરસભા યોજાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કાઓમાં યોજાવાની છે. જેમાં પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર ના પડઘમો મંગળવારથી શાંત થઇ જશે. જેના અંતિમ તબક્કામાં ટંકારીઆ મોટા પાદરમાં ૧૫૧ વાગરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની જાહેરસભા ૨૮ નવેમ્બર ૨૦૨૨ ને સોમવારના રોજ સાંજે કોંગ્રેસના મોટા ગજાના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સભામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ટંકારીઆ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી સભામાં તેમના કાફલા સાથે ટંકારીઆ આવ્યા હતા. જેમાં મુખ્યત્વે ઉમેદવાર સુલેમાન પટેલ ઉપરાંત મર્હુમ અહમદ પટેલના સુપુત્રી મુમતાઝબેન, બિહાર રાજ્યના એમ.એલ.એ. ડો. શકીલ અહમદ, ઇશાક શેખ, ટંકારીઆ પુત્ર અઝીઝ ટંકારવી, રાજેન્દ્રસિંહ રાણા, યુનુસ પટેલ, સંદીપ માંગરોલા, મહેન્દ્રસિંહ રાજ તથા મકબુલ અભલી, અબ્દુલ્લાહ ટેલર, અફઝલ ઘોડીવાલા તથા ગામ પરગામથી સ્થાનિક નેતાઓ ઉપસ્થિ રહ્યા હતા.
અઝીઝ ટંકારવીએ તેમના ટૂંકા વક્તવ્યમાં તમામ મતદારોને પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવાનું આહવાન કર્યું હતું. તેમજ તમામને ભાઈચારા અને એકતા સાથે રહેવાની શિખામણ આપી હતી. તેમને એમ પણ જણાવ્યું હતુંકે રાષ્ટ્રવાદ તમામ ભારતવાસીઓના લોહીમાં વહે છે. ત્યારબાદ ફાયર બ્રાન્ડ વક્તા ઇશાક શેખે તેમની આગવી અદામાં મર્હુમ અહમદ પટેલના પ્રિય શેરો રજુ કરી શ્રોતાજનોને ખુશ કરી દીધા હતા. તેમને શેરો શાયરીમાં ભાજપ પાર ચાબકા માર્યા હતા. ત્યારબાદ ડો. શકીલ અહમદે પ્રથમ અહમદભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વક્તવ્યની શરૂઆત કરી હતી. તેમણે તેમના સૌમ્ય ધરાવતા ભાષણમાં સુલેમાન પટેલને જીતાડવાની હાકલ કરી હતી. અહમદ પટેલના સુપુત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મને નાઝ છે કે હું અહમદ પટેલની પુત્રી છું. તેમજ તમામ મતદારોને મતદાન કરી સુલેમાન પટેલને જીતાડવાની હાકલ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પદાધિકારી રાજેન્દ્રસિંહ રાણે પણ મતદાન પર ભાર મૂકી જણાવ્યું હતુંકે, ભાજપાએ દેશના ભાઈચારાની વેરવિખેર કરી દીધો છે. અને સુલેમાન પટેલને જીતાડવા અપીલ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પદાધિકારી યુનુસ પટેલે જણાવ્યું હતું કે જીવન જીવવાની આઝાદી ફક્ત કોંગ્રેસ જ આપશે. અને દેશને અખંડ રાખવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે અને રહેશે એમ જણાવી સુલેમાન પટેલને જીતાડવાની અપીલ કરી હતી. અંતમાં ઉમેદવાર સુલેમાન પટેલે જણાવ્યું હતું કે, તેઓ બેરોજગાર યુવાનો માટે સતત લડતો રહ્યો છે અને લડતો રહીશ એમ જણાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુનેદ અમેરિકાને કર્યું હતું. અંતમાં આભારવિધિ મકબુલ અભલી એ કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

આજે ૨૭ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે દારુલ ઉલુમના હોલમાં આપણા ગામના અને સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા આસિફ ભલોડા અને શાહિદ ભલોડા દ્વારા સમગ્ર ટંકારીઆ ગામ માટે સામુહિક ન્યાઝ નો જમણવારનો પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં ગામ તથા પરગામના અકીદતમંદોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.

વિધાનસભાની ચૂંટણી ને હવે ગણતરીના દિવસો રહી ગયા છે. જેમજેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે તેમતેમ ચૂંટણી પ્રચારનો માહોલ પણ બરાબર જામ્યો છે. તમામ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જે અંતર્ગત ગતરોજ સાંજે ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મોટા પાદરમાં ભાજપ પક્ષના ઉમેદવાર અરૂણસિંહ રણાએ ચૂંટણીસભા યોજી હતી. આ સભામાં ગામના તથા પરગામના શ્રોતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ગતરોજ શુક્રવારની સાંજે ટંકારીઆ ખાતે ભાજપ ના ઉમેદવાર ચૂંટણી સભા માટે તેમના કાફલા સાથે ટંકારીઆ આવ્યા હતા. જેમાં મુખ્યત્વે વાગરા તાલુકા પંચાયતના ડેપ્યુટી પ્રમુખ ઇમરાન ભટ્ટી, સૂફી સંત પીર મહેબુબઅલીબાવા, પાલેજ જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાં પઠાણ, ઝહીર કુરેશી, અલ્પેશ રાજ, હનીફ પતંગ, રોશનબેન વૈરાગી, ટંકારીઆ ગામના ડેપ્યુટી સરપંચ મુમતાઝબેન લાલન, તેમજ આજુબાજુના ગામોના સરપંચો સહીત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કુરાન ના પઠન થી કરવામાં આવી હતી. ત્યારબાદ સૂફી સંત મેહબૂબઅલી
બાવાએ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ પર તીખા પ્રહારો કાર્ય હતા. તેમને કહ્યું હતુંકે કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને બેરોજગારી સિવાય કશું આપ્યું ના હતું. તેમણે ગરીબોને ગેસના બોટલોનું મફત વિતરણ તથા ખેડૂતોને આર્થિક સહાય તેમજ કેન્દ્ર સરકારની માં વાત્સલ્ય યોજના, વિધવા સહાય નો ઉલ્લેખ કરી ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતી લાવવા આહવાન કર્યું હતું. અંતમાં ભાજપ ના ઉમેદવાર અરુણસિંહે તેમની સતત ૧૦ વર્ષથી ચૂંટાયાબાદની સિદ્ધિઓ ગણાવી તેમજ કોંગ્રેસ પર આકાર પ્રહારો કરી ફરીથી મત આપવા અને જંગી બહુમતીથી જીતાડવા માટે શ્રોતાજનોને અપીલ કરી હતી. વાગરાની વિધાનસભાની સીટ પર તીવ્ર રસાકસી રહેશે એવા એંધાણ વરતાઈ રહ્યા છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટંકારીઆ ગામના ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અને ગુજરાત હજ કમિટીના સદસ્ય એવા મુસ્તુફાભાઈ ખોડાએ કર્યું હતું. અને અંતમાં તમામની આભારવિધિ ઉસ્માનભાઈ લાલને કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

ડો. ગિરિજાપ્રસાદ શુક્લ સાહેબના ધર્મપત્ની શારદાબેનનું ગત તારીખ ૨૩મી નવેમ્બર ૨૦૨૨ ને બુધવારના રોજ અવસાન થયેલું છે. શારદાબેન જયારે ગામ ટંકારિયામાં હતા ત્યારે ગામલોકો સાથે ઘણોજ નજીકથી ઘરોબો રાખતા હતા. તેઓ શુશીલ અને માયાળુ સ્ત્રી હતા.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આગામી પહેલી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ લોકશાહી પર્વને ઉજવવા માટે ટંકારીઆ ગામ તથા આજુબાજુના ગામોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા મતદાન જન જાગૃતિના ભાગ સ્વરૂપે અભિયાન ભરૂચ ના નોડલ અધિકારી દિવ્યેશભાઈ પરમારની અધ્યક્ષતામાં ટંકારીઆ ગામે મોટા પાદરમાં યોજવામાં આવ્યું હતું. આ અભિયાનમાં નોડલ અધિકારી પરમારે હાજરજનોને હાથ લાંબા કરી દરેક મતદારોને મતદાન કરવા માટે શપથગ્રહણ કરાવી ચૂંટણીની ગરિમા વધારવા માટે આહવાન કર્યું હતું. તેમને તેમના ટૂંકા પ્રવચનમાં ગામ વાસીઓને વધુમાં વધુ મતદાન કરવાની હાકલ કરી હતી. ત્યારબાદ ટંકારીઆ ગામના સરપંચ ઝાકીરહુસેન ઉમતાએ પણ દરેક ગ્રામ વાસીઓને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. ટંકારીઆ હાઈસ્કૂલના આચાર્ય ગુલામભાઈએ પણ મતદાનની મહત્વતા સમજાવી દરેકને મતદાન કરવાની હાકલ કરી હતી.
આ મતદાન જન જાગૃતિ કાર્યક્રમમાં ટંકારીઆ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત એમ.એ.એમ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ મોટો સંખ્યામાં જોડાઈને મતદાન કરવા માટેના મોટા મોટા બેનરો લઇ હાજર રહ્યા હતા. અને આ વિદ્યાર્થીઓ ઉપરાંત ગામના નાગરિકો મોટી સંખ્યામાં ગામમાં ગલીએ ગલીએ ફરી બેન્ડવાજા સાથે સૂત્રોચ્ચાર કરી  તમામ ગામવાસીઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં નોડલ અધિકારી ઉપરાંત, ગામના સરપંચ, પંચાયતના વિવિધ વોર્ડના સભ્યો, સામાજિક આગેવાન ઉસ્માન લાલન, ગામના તલાટીશ્રી તથા શાળાના બાળકો, નવયુવાનો, અબાલ વૃદ્ધો હાજર રહ્યા હતા.