ટંકારીઆમાં કોંગ્રેસના સુલેમાન પટેલની જંગી જાહેરસભા યોજાઈ

ટંકારીઆમાં કોંગ્રેસના સુલેમાન પટેલની જંગી જાહેરસભા યોજાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કાઓમાં યોજાવાની છે. જેમાં પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર ના પડઘમો મંગળવારથી શાંત થઇ જશે. જેના અંતિમ તબક્કામાં ટંકારીઆ મોટા પાદરમાં ૧૫૧ વાગરા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની જાહેરસભા ૨૮ નવેમ્બર ૨૦૨૨ ને સોમવારના રોજ સાંજે કોંગ્રેસના મોટા ગજાના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સભામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ટંકારીઆ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી સભામાં તેમના કાફલા સાથે ટંકારીઆ આવ્યા હતા. જેમાં મુખ્યત્વે ઉમેદવાર સુલેમાન પટેલ ઉપરાંત મર્હુમ અહમદ પટેલના સુપુત્રી મુમતાઝબેન, બિહાર રાજ્યના એમ.એલ.એ. ડો. શકીલ અહમદ, ઇશાક શેખ, ટંકારીઆ પુત્ર અઝીઝ ટંકારવી, રાજેન્દ્રસિંહ રાણા, યુનુસ પટેલ, સંદીપ માંગરોલા, મહેન્દ્રસિંહ રાજ તથા મકબુલ અભલી, અબ્દુલ્લાહ ટેલર, અફઝલ ઘોડીવાલા તથા ગામ પરગામથી સ્થાનિક નેતાઓ ઉપસ્થિ રહ્યા હતા.
અઝીઝ ટંકારવીએ તેમના ટૂંકા વક્તવ્યમાં તમામ મતદારોને પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવાનું આહવાન કર્યું હતું. તેમજ તમામને ભાઈચારા અને એકતા સાથે રહેવાની શિખામણ આપી હતી. તેમને એમ પણ જણાવ્યું હતુંકે રાષ્ટ્રવાદ તમામ ભારતવાસીઓના લોહીમાં વહે છે. ત્યારબાદ ફાયર બ્રાન્ડ વક્તા ઇશાક શેખે તેમની આગવી અદામાં મર્હુમ અહમદ પટેલના પ્રિય શેરો રજુ કરી શ્રોતાજનોને ખુશ કરી દીધા હતા. તેમને શેરો શાયરીમાં ભાજપ પાર ચાબકા માર્યા હતા. ત્યારબાદ ડો. શકીલ અહમદે પ્રથમ અહમદભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વક્તવ્યની શરૂઆત કરી હતી. તેમણે તેમના સૌમ્ય ધરાવતા ભાષણમાં સુલેમાન પટેલને જીતાડવાની હાકલ કરી હતી. અહમદ પટેલના સુપુત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મને નાઝ છે કે હું અહમદ પટેલની પુત્રી છું. તેમજ તમામ મતદારોને મતદાન કરી સુલેમાન પટેલને જીતાડવાની હાકલ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પદાધિકારી રાજેન્દ્રસિંહ રાણે પણ મતદાન પર ભાર મૂકી જણાવ્યું હતુંકે, ભાજપાએ દેશના ભાઈચારાની વેરવિખેર કરી દીધો છે. અને સુલેમાન પટેલને જીતાડવા અપીલ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પદાધિકારી યુનુસ પટેલે જણાવ્યું હતું કે જીવન જીવવાની આઝાદી ફક્ત કોંગ્રેસ જ આપશે. અને દેશને અખંડ રાખવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે અને રહેશે એમ જણાવી સુલેમાન પટેલને જીતાડવાની અપીલ કરી હતી. અંતમાં ઉમેદવાર સુલેમાન પટેલે જણાવ્યું હતું કે, તેઓ બેરોજગાર યુવાનો માટે સતત લડતો રહ્યો છે અને લડતો રહીશ એમ જણાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુનેદ અમેરિકાને કર્યું હતું. અંતમાં આભારવિધિ મકબુલ અભલી એ કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*