ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે જણાવવાનું કે આજ રોજ ટંકારીઆ ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ કારેલા પ્રાથમિક શાળામાં યોજાય ગયો.
આ ઉત્સવના ચારેય વિભાગમાં ટંકારીઆ પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.રેહાન યાસીન બાપા,મહંમદ સલીમ પાવડિયા, અયાન ઝુબેર દલાલ અને નિમેષ હસમુખ વસાવા એ પોતપોતાના વિભાગમાં ખૂબ જ સરસ પ્રદર્શન કરેલ.એમાં બાળ કવિ વિભાગમાં રેહાન યાસીન બાપાની ઉત્તમ કવિતા અને મનમોહક રજૂઆતએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને આ વિભાગમાં રેહાન પ્રથમ ક્રમાંક સાથે વિજેતા થયેલ છે.જે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે.ટંકારીઆ કુમાર શાળા વિવિધ ક્ષેત્રે પોતાનું નામ ઉજાગર કરે છે એ આપણાં સૌ માટે ખુશીની બાબત છે.
અલ્લાહથી દુઆ છે કે આપણી શાળા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગામનું નામ રોશન કરે એવી દિલી દુઆ છે.

એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ, ટંકારીઆ એન્ડ એમ.એ.એ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫ – ૨૬ પ્રાથમિક વિભાગના ધોરણ: ૬ થી ૮ ના વિદ્યાર્થીનીઓએ કારેલા પ્રાથમિક શાળામાં વિકસિત ગુજરાત ૨૦૪૭ થીમ આધારીત કલસ્ટર કક્ષા કલા ઉત્સવ સ્પર્ધાનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં કલા ઉત્સવ સ્પર્ધામાં ૨૦ (વીસ) જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં અત્રેની શાળાની વિદ્યાર્થીનીએ ઓટલાવાલા ફાતેમાએ બાળ કવિ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે. અને ચિત્ર સ્પર્ધામાં દીવાન ફાતેમા ચોથા ક્રમાંક મેળવ્યો. તેમજ માધ્યમિક વિભાગ માંથી ધોરણ: ૯ અને ૧૦ની વિદ્યાર્થીનીઓએ એ. એમ. દુકાનવાલા સાર્વજનિક હાઇસ્કૂલ, ઝંઘાર ખાતે યોજાયેલ વિકસિત ગુજરાત ૨૦૪૭ થીમ આધારીત Q.D.C. કક્ષાના કલા ઉત્સવમાં અત્રેની શાળાની વિદ્યાર્થીની ઇસપ આફરીન બાળ કવિ સ્પર્ધામાં દ્રિતીય ક્રમાંકે પ્રાપ્ત કર્યો અને જેટ માહીરા ચિત્ર સ્પર્ધામાં ચોથા ક્રમાંકે રહી શાળા તથા ટંકારીઆ ગામનું નામ રોશન કર્યું. બીજા દિવસે શાળામાં સવારે પ્રાર્થના સંમેલનમાં શાળાના પ્રમુખ શ્રી હાજી ઇશાક મહમદ અશરફીએ અને શાળાના પ્રિન્સીપાલે તેમજ તેમની સાથે જનાર માર્ગદર્શક શિક્ષક મુસ્તાક પટેલ એમ તમામને કલા ઉત્સવ સ્પર્ધાની સફળતા બદલ અભિનંદન આપ્યા અને જીવનમાં આજ રીતે આગળ વધવાની પ્રેરણા આપી.

તારીખ ૨૭/૧૧/૨૦૨૫ ને ગુરુવારના રોજ પ્રાથમિક શાળા કારેલામાં ક્લસ્ટર કક્ષાનો કલાઉત્સવ યોજાયો હતો. જેમાં બાળકવિ, ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન, સંગીત વાદન જેવા વિભાગો હતા. જેમાં બ્રાન્ચ કુમારશાળા ટંકારીઆનો વિદ્યાર્થી નામે ફૈઝ ઇકબાલ સામલી [ધોરણ-૮] “ગુજરાત વિશ્વનું વિકાસ એન્જીન” પર ખુબ સુંદર ચિત્ર દોરી પ્રથમ નંબરે વિજેતા થયો હતો અને શાળાનું તથા ગામનું નામ રોશન કર્યું છે. હવે તાલુકા કક્ષાએ પણ ખબૂ સુંદર પ્રદર્શન કરે એવી શુભકામનાઓ…….

આજરોજ બુધવારે વહેલી સવારે મીઠી નીંદણ માણી રહેલા કસ્બા ટંકારીઆના લોકો વીજ ચેકીંગનું ધાડું ગામમાં પ્રવેશી જતા લોકો સફાળા જાગી ગયા હતા. સમગ્ર ગામમાં તબક્કાવાર ટુકડીઓ બનાવી આશરે ૭૦  ગાડીઓના કાફલા સાથે વીજ કર્મીઓ સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેંચાઈ જઈ વીજ ચેકીંગ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ફક્ત ટંકારીઆ ગામમાંથી ૩૦ વીજ મીટરોમાં ગેરરીતિઓ ઉજાગર થઇ છે. અને આશરે ૪૦  લાખનો દંડ ગેરરીતિ કરનાર વીજગ્રાહકોને ફટકાર્યાના સમાચાર પ્રાપ્ય છે. જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.