Author: Mustak Daula
Death news from Tankaria
DELAWALA ILYAS MUSA VALI passed away…………Inna Lillahe Wainna Ilayhe Rajeun. He died after falling from a motorcycle near the Bharuch bypass. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush.
Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Asr prayer.
Mehbub Khunawala @ Lords cricket Ground London
Mahboob Khunawala, originally from our village Tankariya and now living in London, wants to share with us some distinctive photographs of the India-England one-day match that was played at London’s famous cricket ground, Lord’s.

Walima function in Bolton [UK]
Walima function of HAFIZ BILAL S/O HAJI MOHMED SADIQ BHAD MUNSHI held at Bolton [UK].




વલસાડ અને નવસારી તરફના પૂરગ્રસ્તો માટે મદદની અપીલ
હો હમારા કામ ગરીબોકી હિમાયત કરના દર્દમંદો સે ઝઈફોંસે મહોબ્બત કરના
ટંકારીયા તેમજ આજુબાજુના ગામના વહાલા ભાઈઓ બહેનોને જણાવવાનું કે… તાજેતરમાં પડેલા ભારે વરસાદના લીધે નવસારી અને વલસાડના અંદરના દરિયા કિનારાના ગામડાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. આશરે ૪૦ ઈંચ જેટલા ધોધમાર વરસાદને લીધે લોકોની ઘરવખરીનો સામાન, કિંમતી ચીજ-વસ્તુઓ અને ધંધા-રોજગારને ભારે હાનિ પહોંચી છે.
આ મુશ્કેલ સમયમાં આપણી ફરજ સમજી જે ભાઈ–બહેનો પોતાની સ્વૈચ્છિક ઈચ્છાથી, ઝકાત, સદકો, કે લિલલ્લાહની રોકડ રકમ મદદ કરવા માંગતા હોય, તેમજ ઘરવખરીની ચીજવસ્તુઓ, કીચનનો જરૂરી સામાન અથવા અનાજ, કપડાં, વાસણો, પ્લાસ્ટિક, બ્લેન્કેટ કે અન્ય કોઈપણ જરૂરી વસ્તુઓ દિલ ખોલીને અસર ગ્રસ્ત ભાઈ–બહેનોની આ રીતે મદદ કરવી એ આપણી ફરજ છે. માનવતા ની નિશાની છે.
👉જે કોઈ ભાઈ–બહેનો કે સજ્જન કે સંસ્થા આ રાહતફંડમાં ભાગીદાર થવા ઈચ્છતા હોય, તેઓ નીચે આપેલા નંબરો પર સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. તમારા દ્વારા આપેલી મદદ યોગ્ય માણસ સુધી પહોંચાડવામાં આવશે.
મદદ પહોંચાડવા માટે સંપર્ક કરો
૧. મુસ્તુફા ઇસ્માઇલ ખોડા મોં. : ૯૪૨૬૧ ૧૨૨૫૦
૨. મુસ્તાક સુલેમાન દૌલા અશરફી ઝેરોક્ષ સેન્ટર મોં.: ૯૯૯૮૨૬૯૫૩૯
૩. હાફેજી હનીફભાઈ વલી ભુતા kk હોલસેલર મોં.: ૯૭૩૭૨ ૨૨૭૯૮
૪.ગુલામ સાહેબ બટલી મોં.: ૯૬૦૧૪ ૩૪૫૫૨
૫.સરફરાજ ઘોડીવાલા – અલીફ કોલડ્રિંક્સ મોં.: ૯૩૭૬૧ ૧૫૦૬૫
૬.ઈલ્યાસભાઈ હલાલત મોં.: ૯૪૨૭૪ ૭૯૮૮૦
૭. ઈકબાલભાઈ સાપા મોં.: ૭૦૧૬૮ ૪૯૯૮૪
૮. આસિફ આદમહાજી ભુતા મોં.: ૭૬૯૮૪ ૩૪૪૭૪
૯. રફીક ભાઈ લારીયા — મોં.: ૭૩૫૯૧ ૨૯૮૨૦
૧૦ .ઇકરામ યાકુબ કાજીબૂ મોં.: ૯૧૩૭૨ ૦૩૨૩૫
૧૧. શરીફ ભાઈ રેઠડા મોં.: ૯૯૦૪૪ ૩૨૨૩૪
૧૨. બચુ ભાઇ ડેલાવાલા મોં.: ૯૮૨૪૧ ૮૩૫૯૨
૧૩. સાજિદ યાકુબ ભીમ મોં.: ૯૪૨૮૬ ૮૭૮૫૦
૧૪. યુસુફભાઇ ઢીલ્યા મોં.: ૯૦૧૬૫૩૧૫૭૯

ટંકારીઆ તથા પંથક જળબમ્બાકાર
આજે સવારથી જ મેઘો ભરપૂર વરસી રહ્યો છે અને ટંકારીઆ તથા આજુબાજુના ગામો જળબમ્બાકાર થઇ ગયા છે. ભરૂચ અને પાલેજ તરફ જવાના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર લગભગ ઠપ્પ થઇ જવા પામ્યો છે. ટંકારિયાનું પાદર મોટું સરોવર બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં કેડ સુધીના પાણી ભરાઈ ગયા છે. બાળકો પાણીમાં છબછબિયાં કરતા નજરે પડ્યા છે. બાળકો તો બાળકો પરંતુ દરેક વયના લોકો પાદરમાં ભરાયેલા પાણીમાં મજા લેતા નજરે પડ્યા હતા. આ લખાય છે ત્યારે પણ [અસર ની નમાજ બાદ] વાદળ છવાયેલું જ રહ્યું છે અને હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આવતા ૨૪ કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે [અલ્લાહ ચાહશે તો]. ભૂખી ખાદી ઓવરફ્લો થતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર અને જન જીવન પર ભારે અસર વરતાઇ રહી છે. જોકે ખેડૂતોના કપાળે ખેંચાયેલી ચિંતાની લકીરો હાલ પૂરતી દૂર થતી જણાઈ છે.



Death News from Tankaria
HAJI ISMAIL ADAM SAPA [KNOWN AS ASULMAMA][FATHER OF ILYAS – MOHAMMED SAPA] passed awayat Bharuch. Inna Lillahe Wainna Ilayhe Rajeu. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard Tankaria at 3pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameeen,,,,,,,
Young boys from Tankaria watching the India-England ODI match
The young boys from Tankaria village also reached Birmingham to watch the ODI cricket match being played between India and England. Faisal Salim Kaduji and Dr. Zidan Dr. Lukman Patel were seen watching the match.
Also seen on international television after will jacks boundaries.


એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆમાં ઇનામ વિતરણ કાર્યક્રમ નું ભવ્ય આયોજન.
એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ, ટંકારીઆ એન્ડ એમ.એ.એ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬નું આજ રોજ તારીખ : ૧૬/૦૭/૨૦૨૬ ને ગુરૂવારના રોજ શાળાના મદની હોલમાં ઇનામ વિતરણ કાર્યક્રમ (PRIZE DISTRIBUTION) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથીથી મૌ. અબ્દુલ રઝ્ઝાક સાહેબ ધ્વાર કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પ ગુચ્છ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓના શૈક્ષણિક, રમતગમત તેમજ વિવિધ સહશૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ભવ્ય ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મોહસીન-એ-આઝમ મિશન વર્લ્ડવાઇડના ઉપપ્રમુખ અનવરભાઈ મિસ્ત્રી, સેક્રેટરી મુનીરભાઈ વોરા, તાલુકા પંચાયતના સદસ્ય અસ્માબેન પટેલ, યુકે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ વિજેતા પાવરલિફ્ટર શમ્સાલ પટેલ, મૌલાના અબ્દુલરજ્જાક સાહેબ, શાળાના પ્રમુખશ્રી ઇશાકભાઈ એમ. પટેલ, નાશીરભાઈ લોટીયા, માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા તથા ટ્રસ્ટીમંડળના સભ્યો યાકુબભાઈ બોડા, મુસ્તાકભાઇ રખડા, ઉસ્માનભાઈ ઇપલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રીઓના હસ્તે શૈક્ષણિક, રમતગમત અને અન્ય વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્રો તથા ઇનામો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મહેમાનશ્રીઓએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત, શિસ્ત, સંસ્કાર અને સતત પ્રયત્ન દ્વારા સફળતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા. ખાસ કરીને ગોલ્ડ મેડલ વિજેતા પાવરલિફ્ટર શમ્સાલ પટેલના સંઘર્ષ અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને વિદ્યાર્થીઓને રમત-ગમતમાં પણ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. બાળકોને પુરસ્કાર સ્વરૂપે જે ટ્રોફી આપવામાં આવી એ એમ.એ.એમ મિશન ટંકારીયા બ્રાન્ચના પૂર્વ સેક્રેટરી શબ્બીરભાઈ યુ. ભીમ તરફથી આપવામાં આવી. અંતમાં શાળાના પ્રમુખ, ટ્રસ્ટી મંડળ તથા આચાર્યશ્રીએ તમામ મહેમાનો,શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ઉપસ્થિતિ અને સહયોગ બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો. વધુમાં શાળાના પ્રમુખ શ્રી ઇશાકભાઈ પટેલ સાહેબે પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા.



TANKARIA WEATHER