આજરોજ ઘી ટંકારીઆ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત અવસ્થાને ઉજાગર કરી વ્યવસાયિક ચેતનાઓને જગાડવા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ખાન-પાન ના સ્ટોલો ઉભા કરી વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો પણ મુકવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ખુબ પ્રોત્સાહિત કર્યા હતા ને વિદ્યાર્થીઓએ હરખભેર ભાગ લીધો હતો.