આજે ટંકારીઆ ગ્રામ પંચાયતની સરપંચ તથા ૫ વોર્ડના સભ્યોની ચૂંટણીની મત ગણના આજે થઇ ગઈ છે. જેમાં સપંચઃ તરીકે નવસર્જન પેનલના ઉમેદવાર વસાવા મંગાભાઇ છોટુભાઈ ચૂંટાઈ આવ્યા છે. તેમજ વોર્ડ નંબર ૧ માં કોવારીવાળા ઇમરાન ઐયુબ [એડવોકેટ], વોર્ડ નંબર ૨ વસાવા શારદા , વોર્ડ નંબર ૬ મુનાફ જીવા, વોર્ડ નંબર ૧૦ ફરહાના સફવાન ભુતા તેમજ વોર્ડ નંબર ૧૧ માં વસાવા મનીષા જીતેલા જાહેર થયા છે.

વસાવા મંગાભાઇ છોટુભાઈને કુલ ૧૫૩૩ માટે મળ્યા હતા.
સુરેશ વસાવાને કુલ ૭૮૮ માટે મળ્યા હતા.
આમ વસાવા મંગાભાઇ છોટુભાઈ ૭૪૫ મતોથી વિજયી થયા છે.

સરપંચ તથા વોર્ડના તમામ સભ્યોને અભિનંદન.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં યોજાઈ હતી, જેમાં ટંકારીઆ ગામે પણ સરપંચ અને ૫ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ આજે જાહેર થશે. આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરુ થશે. નવા નેતૃત્વ સાથે ગામ વિકાસના પંથે આગળ વધશે.

ગ્રામ પંચાયત ની સરપંચની તથા ૫ વોર્ડના સભ્યોની ચૂંટણી એકદમ શાંતિથી પરિપૂર્ણ થઇ ગઈ છે. મતદાન પ્રમાણમાં એકદમ ઓછું થવા પામ્યું છે. આ ચૂંટણી પ્રત્યે નિરસતા સપાટી પર આવી છે. જો કે, વરસાદનું વિઘ્ન પણ જવાબદાર હોઈ શકે છે. વોર્ડ મુજબ મતદાનની વિગતો નીચે મુજબ છે.
વોર્ડ નંબર ૧ : ૪૧૯
વોર્ડ નંબર ૨ : ૨૦૩
વોર્ડ નંબર ૩ : ૧૦૭
વોર્ડ નંબર ૪ : ૧૫૫
વોર્ડ નંબર ૫ અને ૬ : ૪૪૯
વોર્ડ નંબર ૭ : ૧૬૮
વોર્ડ નંબર ૮ : ૨૬૫
વોર્ડ નંબર ૯ અને ૧૦ : ૫૦૦
વોર્ડ નંબર ૧૧ : ૨૭૫
વોર્ડ નંબર ૧૨ : ૧૬૭
વોર્ડ નંબર ૧૩ અને ૧૪ : ૨૩૬
કુલ મતદાન : ૨૯૪૪

કુલ મતદાન ૩૩% થયું હતું.

વોર્ડ નંબર ૬ ના સભ્યના હરીફો ખેલદિલીથી એક-બીજા સાથે હિંડોળા પર બેસીને સોહાર્દભર્યાં વાતાવરણમાં ગપસપ કરતા નજરે પડ્યા હતા. જે નીચે તસ્વીરમાં જોઈ શકાય છે.

પાલેજ પોલીસ મથક દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવવામાં આવ્યો હતો.

આજે ગ્રામ પંચાયતના સરપંચના પદ માટેની તથા ૫ વોર્ડના સભ્યોની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઇ ગયો છે. શરૂઆતમાં એકદમ ધીમી ગતિથી મતદાન થઇ રહ્યાના અહેવાલ સાંપડ્યા છે. ગ્રામજનોને અપીલ કે, અવશ્ય મતદાન કરશો. થોડો સમય કાઢી આપણા મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરશો.