આજે અહમદાબાદ ખાતે એર ઇન્ડિયાનું વિમાન કે જેનું ઉડાન અહમદાબાદ થી લંડન હતું તે આકસ્મિક રીતે ક્રેશ થઇ જતા લગભગ તમામ મુસાફરો આ દુર્ઘટનામાં માર્યા ગયાના અહેવાલ સાંપડ્યા છે. જેમાંથી આપણા ભરૂચ જિલ્લાના પણ કેટલાક મુસાફરો હોવાના સમાચાર સાંપડ્યા છે. ઉપરાંત સાંસરોદની પણ એક ફેમિલી હોવાની માહિતી મળી છે. અલ્લાહ તમામ મરહુમોની મગફિરત ફરમાવે. ખરેખર દુઃખદ ઘટના ઘટી છે. અલ્લાહ પાક તમામ મરહુમોની ફેમિલીને સબ્રે જમીલ અતા કરે. આપણો આખો સમાજ આ મર્હૂમોના સગા-સંબંધીઓ સાથે જ એમના દુઃખમાં સહભાગી છીએ.

આપણા ગામના ઇન્ડિયાથી અમેરિકા મહેમાન પધારેલા યુસુફભાઇ ઘોડીવાલા સાથે કેટલીક હેપ્પી ક્ષણો આપણી પ્યારી વેબસાઈટના એડમિનિસ્ટ્રેટર શકીલ ભા તથા અય્યુબ ઘોઘા અને મકબુલ ડેલાવાલા સાથે ગુજારી હતી તેની લાક્ષણિક તસવીરો.

Lovely pictures of some of the Happy moments of our beloved website administrator Shakeel Bha and Ayub Ghogha and Maqbool Delawala, with Yusufbhai Ghodiwala [ a USA guest from our village Tankaria. ] 

 

 

 

સમગ્ર ગુજરાતની બાકી પડતી ગ્રામ પંચાયતોની ચૂંટણી સત્તાવાર રીતે ઘોષિત થઇ ગઈ છે. અને તે  ચૂંટણી  તારીખ ૨૨ જૂને યોજાશે. જે અંતર્ગત ટંકારીઆ ગ્રામ પંચાયત ની સરપંચ તથા સભ્યોની ચૂંટણી પણ યોજાશે. ટંકારીઆ ગામમાં આ ટર્મમાં સરપંચની સીટ આદિવાસી માટે રિઝર્વ છે. એટલે આ વખતે આદિવાસી સરપંચ બનશે. તથા આપણા ગામના કુલ ૧૪ વોર્ડ છે. જેમાં સભ્યોની પસંદગીની ચૂંટણી પણ યોજાશે જેમાંથી કેટલાક વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જે સવિસ્તાર માહિતી નીચે મુજબ છે.

સરપંચ ના ઉમેદવારો :
૧. વસાવા મંગાભાઇ છોટુભાઈ
૨. વસાવા સુરેશ
૩. વસાવા ભુપેન્દ્ર
૪. વસાવા શના

વોર્ડના સભ્યો :
વોર્ડ નંબર ૧ : ઇમરાન કોવારીવાલા / ઇશાક બશેરી. [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૨ : વસાવા ભાવના / વસાવા શારદા [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૩ : ઈકબાલ સાપા – બિનહરીફ.
વોર્ડ નંબર ૪ : મહમ્મદઅકીલ ઈરફાન મેલા – બિનહરીફ.
વોર્ડ નંબર ૫ : સફવાન ભુતા – બિનહરીફ.
વોર્ડ નંબર ૬ : મુનાફ જીવા / બાબુ ચાંડીયા [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૭ : નાશીમાબાનુ બોડા – બિનહરીફ.
વોર્ડ નંબર ૮ : સબીહા ઝુબેર મઢી – બિનહરીફ.
વોર્ડ નંબર ૯ : સોલંકી તુલસીદાસ – બિનહરીફ.
વોર્ડ નંબર ૧૦ : ફરહાના સફવાન ભુતા / વસાવા નિકિતા [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૧૧ : સલમા ઈરફાન મેલા / વસાવા મનીષા [ચૂંટણી થશે]
વોર્ડ નંબર ૧૨ : રુક્ષાના નઝિર મઢી – બિનહરીફ.
વોર્ડ નંબર ૧૩ : જેબુન યાહયા સાલેહ – બિનહરીફ.
વોર્ડ નંબર ૧૪ : અમિત વસાવા – બિનહરીફ.

HAJIYANI FATIMABEN ISMAIL BACHCHA [AAVAZ] [MOTHER OF IMTIYAZ – AARIF — SALIM BACHCHA] passes away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen. 

Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Asr prayer.