1 2 3 7

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ પ્રાથમિક કન્યાશાળા [મુખ્ય] તથા કુમારશાળા [બ્રાન્ચ] માં ધોરણ ૧ તથા બાળવાટિકામાં નવા દાખલ થતા બાળકોનો આવકાર પ્રવેશોત્સવ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓમાં સરોજબેન પ્રજાપતિ ભરૂચ (CDPEO – bharuch)  તથા નયનાબેન ઠાકોર [પાપા પગલી ભરૂચ] તેમજ દિપકકુમાર ચૌહાણ, ગામના તલાટી ઘનશ્યામભાઈ તેમજ નવનિયુક્ત સરપંચ મંગાભાઇ વસાવા, પંચાયત સભ્ય, સફ્વાન ભુતા, પંચાયત સભ્ય ઈકબાલ સાપા તેમજ પંચાયતના અન્ય સભ્યો તેમજ ગામના સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, અઝીઝ ભા, સલીમ ઉમતા,  તથા શાળાના શિક્ષકો, બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળામાં નવા દાખલ થનાર બાળકોને ચોકલેટ તથા અભ્યાસ ઉપયોગી વસ્તીઓનું વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શાળામાં નવા શેક્ષણિક સત્રની શરૂઆત થતા બાળવાટિકા તથા ધોરણ ૧ માં અભ્યાસ માટે નાના ભુલકાંઓનું આગમન થતું હોય છે. અને શાળામાં નવા દાખલ થતા બાળકોને શાળામાં આવકારવા પ્રવેશોત્સવ યોજાય છે. વિવિધ દાતાઓ તરફથી બાળકોને અભ્યાસ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. શાળાઓમાં શિક્ષણ સાથે યોજાતા આવા વિવિધ કાર્યક્રમોથી બાળકોમાં ભણવા પ્રત્યે ઉત્સાહનો સંચાર થાય છે. જેથી શાળાઓમાં યોજાતા આવા કાર્યક્રમ આવકારદાયક ગણાય છે.

આયાત ઇતિહાસને આધુનિક દસ્તાવેજીકરણ દ્વારા જીવંત બનાવવાનું કાર્ય સરળ નથી. આ વિશિષ્ટ કાર્યમાં લેખક ઇમ્તિયાઝ પટેલ વરેડીયાવાળા ઉર્ફે ટંકારવીએ પાંચ વર્ષથી વધુ સમય આપીને જે પુસ્તક તૈયાર કર્યું છે – “British Indian Gujarati Muslim Communities: Early Settlers – History and Heritage” – તે માત્ર પુસ્તક નહીં, પણ એક પુરાવા દસ્તાવેજ છે જે યુવાનોને પોતાના મૂળ સાથે જોડે છે.

વિશેષ કરીને બ્રિટનમાં વસેલા ગુજરતી મુસ્લિમો વિશે લેખિત અને ઐતિહાસિક સ્ત્રોતોનું અભાવ રહેતું આવ્યું છે. આ પુસ્તક એ ખામી પૂરી કરે છે અને પહેલી વખત આ સમુદાયના પ્રારંભિક વસવાટ, સાંસ્કૃતિક ધરોહર અને સામાજિક યાત્રાને વિસ્તૃત રીતે રજુ કરે છે.

કુટુંબોની વાર્તાઓ, ધર્મ સ્થાનોનો વિકાસ, વેપાર અને ધંધામાં ધરાવેલી ભૂમિકા તથા સામુદાયિક ઉત્કર્ષ – બધું જ સંલગ્ન છે.

લેખકનો મંત્ર ::::  Imtiaz સાહેબ લખે છે:

 “જ્યાંથી આપણે આવ્યાં છીએ તે જાણવું એટલું જ જરૂરી છે જેટલું કે ક્યાં જઈ રહ્યા છીએ તે. ઇતિહાસ લખાતો નથી તો ભૂલાઈ જાય છે. અને જયારે ભૂલાઈ જાય, ત્યારે પેઢીઓ પોતાનું પાયાનું મૂલ્ય ગુમાવી બેસે છે.  “તેમની આ ભાવનાએ જ તેઓને અશ્રમદાયક સંશોધન, ઇન્ટરવ્યુઝ, પુરાવા એકત્રિત કરવાનો થકાવટ ભરેલો પરંતુ આત્મસંતોષદાયક માર્ગ અપનાવવા માટે પ્રેર્યા.”

દસ્તાવેજીકરણનું મહત્વ

આ પુસ્તક માત્ર ભૂતકાળની ઝાંખી નથી – પણ ભવિષ્ય માટે માર્ગદર્શન છે. તે નવા પેઢીને તેમના પૂર્વજોની મહેનત, સમજદારી અને સાંસ્કૃતિક ધરોહરને ઓળખવામાં સહાયરૂપ થાય છે. ખાસ કરીને આજના વૈશ્વિક યુગમાં, જ્યારે ઓળખ ખોવાઈ જતી હોય, ત્યારે આ પ્રકારના ગ્રંથો આપણને પોતાની જાત ઓળખવામાં મદદરૂપ બને છે.

અંતમાં

લેખકના પાંચ વર્ષના સંશોધન, સમય, અને સમર્પણ પાછળ જે દૃઢ નિશ્ચય છે – તે દર પાનાંમાંથી ઝલકે છે. આ પુસ્તક માત્ર એક સમુદાય માટે નહીં, પણ તમામ લોકો માટે છે કે જેમણે પોતાનું વતન છોડીને બીજા દેશમાં જગ્યા બનાવી છે.

એવા દરેક વ્યક્તિ માટે જે પોતાનું મૂળ સમજીને આગળ વધવા માંગે છે – આ પુસ્તક એ પ્રકાશકિરણ સમાન છે.

અર્પણ: દરેક એ પેઢી માટે જે પોતાનું ઈતિહાસ જીવંત રાખવા ઈચ્છે છે.

ઈમ્તિયાઝ ભાઈએ પોતાનું આ પુસ્તક મહાનુભાવોને અર્પણ કર્યું  તેની કેટલીક લાક્ષણિક તસ્વીરો નીચે છે.

 

માહે મહોર્રમ…….. ઇસ્લામિક નવા વર્ષનો પ્રારંભ….. ગતરોજ માંહે મહોર્રમનો ચાંદ દેખાયો હોઈ આજથી પહેલી મહોર્રમ ગણવામાં આવશે. ઇસ્લામિક નવું વર્ષ ૧૪૪૭ હિજરી આપ સૌને ખુબ ખુબ મુબારક….. પ્રથમ ચાંદથી દરરોજ રાત્રે ઈશાની નમાજ બાદ સત્ય કાજે પોતાના પ્રાણો ન્યોછાવર કરનાર શોહદાએ કર્બલાને ખિરાજે અકીદત પેશ કરવા માટે જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યાહ માં બયાનોનો દૌર ચાલુ થઇ ગયો છે જે ૧૦ મી મહોર્રમે પૂર્ણ થશે. તો તમામ અકીદતમંદોને આ બયાનોમાં હાજરી આપી ફૈઝીયાબ થવા વિનંતી છે. તારીખ ૬ જુલાઈ ના રોજ “યવમે આશુરા” મનાવવામાં આવશે.

આ મુબારક મહોર્રમના પવિત્ર દિવસથી આપણે પ્રણ કરી લઈએ કે, આપણે પાંચે ટાઈમની નમાજના પાબંદ બની જઈએ. ઇન્શા અલ્લાહ…… 

Alhamdulillah, yet another new islamic year begens with Jummah granted us by the Almighty Allah Azza’wazal, his mercy and bounty on us is constant.. no one so merciful like Allah Azza’wazal.. May he grant us taufiq to spend this new year in his wish, with good aa’maal and well practiced Islam..!..
Wishing you a blessed 1447 with good health…

1 2 3 7