આથી તમામ ભાઈઓને તથા નવયુવાનોને જાણ કરવામાં આવે છે કે, ૧૦૮ ગ્રુપ દ્વારા આવતા રવિવાર એટલે કે ૧૩મી નવેમ્બર ૨૦૨૨ ના રોજ સમગ્ર ગામજનો માટે ન્યાઝનું આયોજન દારુલ ઉલુમ કોમમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું છે. તેમજ આવતી કાલે શનિવારે રાત્રે ઈશાની નમાજ બાદ દારુલ ઉલુમ કોમમ્યુનિટી હોલમાં ખત્મે કુરાન નો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો તમામ નવયુવાનો, વડીલોને તથા ગ્રામજનોને આ પ્રોગ્રામમાં હાજરી આપવા આમંત્રણ છે. ખત્મે કુરાન ના પ્રોગ્રામ બાદ ૧૦૮ ગ્રુપના નવયુવાનોની ન્યાજના આયોજન અને કામગીરીની વહેંચણી માટે એક મિટિંગ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આપ તમામ આપણા ગ્રુપ સાથે હાજર રહેશો એવી અપીલ છે.
વધુમાં જણાવવાનું કે, ૧૦૮ ગ્રુપ દ્વારા ભડભાંગ કબ્રસ્તાનની સાફસફાઈ તથા લાઈટ રિપેરિંગ ની કામગીરી ગતરોજ ઈશાની નમાજ બાદથી હાથ ધરવામાં આવેલી છે. તો આ તમામ કાર્યોમાં ગામના તમામ નવયુવાનોને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.

રાજ્ય સાથોસાથ ભરૂચ જિલ્લામાં તથા ટંકારીઆ કસ્બામાં ૨૧ દિવસીય દિવાળી વેકેશન પૂર્ણ થતા પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શેક્ષણિક કાર્ય રાબેતા મુજબ બહાલ થશે. ૨૧ દિવસના અંતરાલ બાદ ટંકારીઆ માં આવેલી તમામ શાળાઓમાં આજથી વિદ્યાર્થીઓનો કલબલાટ ધમધમતો થઇ જશે. શિક્ષણનું હબ ગણાતા ટંકારીઆ ગામની ખાનગી શાળાઓ પણ રાબેતા મુજબ શરુ થઇ જશે.

મર્હુમ ઈસ્માઈલસાહેબ હલ્દરવાવાળાના વારસદારો તરફથી તેમના વાલિદના ઇન્તેકાલ સમયે ટંકારીઆ ગામના લોકો મોટી સંખ્યામાં દફનવિધિમાં હાજર રહ્યા તથા વિદેશોમાં રહેતા મર્હુમના વિદ્યાર્થીઓ તથા તેમને ચાહવાવાળા લોકોએ તેમની મગફિરતની દુઆઓ કરી તે બદલ આભાર વ્યક્ત કરતો પત્ર મોકલ્યો છે. અલ્લાહ પાક મર્હુમની મગફિરત ફરમાવી જન્નતમાં આલા મકામ અતા કરે. આમીન.