આથી તમામ ભાઈઓને તથા નવયુવાનોને જાણ કરવામાં આવે છે કે, ૧૦૮ ગ્રુપ દ્વારા આવતા રવિવાર એટલે કે ૧૩મી નવેમ્બર ૨૦૨૨ ના રોજ સમગ્ર ગામજનો માટે ન્યાઝનું આયોજન દારુલ ઉલુમ કોમમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું છે. તેમજ આવતી કાલે શનિવારે રાત્રે ઈશાની નમાજ બાદ દારુલ ઉલુમ કોમમ્યુનિટી હોલમાં ખત્મે કુરાન નો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો તમામ નવયુવાનો, વડીલોને તથા ગ્રામજનોને આ પ્રોગ્રામમાં હાજરી આપવા આમંત્રણ છે. ખત્મે કુરાન ના પ્રોગ્રામ બાદ ૧૦૮ ગ્રુપના નવયુવાનોની ન્યાજના આયોજન અને કામગીરીની વહેંચણી માટે એક મિટિંગ નું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આપ તમામ આપણા ગ્રુપ સાથે હાજર રહેશો એવી અપીલ છે. વધુમાં જણાવવાનું કે, ૧૦૮ ગ્રુપ દ્વારા ભડભાંગ કબ્રસ્તાનની સાફસફાઈ તથા લાઈટ રિપેરિંગ ની કામગીરી ગતરોજ ઈશાની નમાજ બાદથી હાથ ધરવામાં આવેલી છે. તો આ તમામ કાર્યોમાં ગામના તમામ નવયુવાનોને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે.
Leave a Reply