સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા

સમગ્ર દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠ અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. જે અંતર્ગત ટંકારીઆ ગામમાં પણ અતિઉત્સાહ સાથે સ્વતંત્ર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૮ વાગ્યાના સુમારે ગ્રામ પંચાયત ટંકારીયાના ચોગાનમાં ગામના લોકલાડીલા સાહિત્યકાર, ગઝલકાર, કવિ અઝીઝ ટંકારવી સાહેબના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ ઝાકીર ઉમતા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, ઇબ્રાહીમભાઇ દાદુભીખા તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. તથા ગામની વિવિધ શાળાઓમાં પણ ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આઝાદી અમર રહો, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા જેવા નારાઓથી ગામની ફીઝાઓ ગુંજી ઉઠી હતી. દરેકના મોઢા પર સ્વતંત્ર્ય દિવસ ની ખુશીઓ છલકાઈ ઉઠી હતી. ટંકારીઆ ગામની એમ.એ.એમ. શાળાના વિદ્યાર્થીઓએ ગામમાં પ્રભાતફેરી કાઢી હતી અને મોટા પાદરના ચોગાનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા. આખું પાદર આઝાદી ના નારાઓથી ગુંજી ઉઠયું હતું. તેમજ ટંકારીઆ ગામની વિવિધ ધાર્મિક સંસ્થાઓ પર પણ ધ્વજ ફરકાવી આઝાદીના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તથા ગામમાં પણ ઘેર ઘેર તથા દુકાનો, હોટલો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

India Celebrates 75th year of Independence today & On this occasion, “My Tankaria” remembers our freedom fighters who fought and sacrificed everything they had to get the independence that we all enjoy today. It’s the day to commemorate their stories and learn from their lives… Happy Independence Day…

સમગ્ર ભરૂચ જિલ્લામાં ચોમાસાનો વરસાદ સતત ૧૦ દિવસથી એકધારો વરસી રહ્યો છે. જેને લીધે ખેડૂતો ખેતરોમાં સીઝનલ પાકો ની રોપણી કરી શક્યા નથી. અને ખેતરોમાં પણ પાણીનો ભરાવો થયો હોવાથી ખેડૂતોથી ખેતરોમાં જઈ શકાય તેમ નથી. અને ખેતરોમાં રોપણીની પ્રક્રિયા હજી પુરી પણ થઇ શકી નથી. દિવસ રાત સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં નાખી દીધા છે. તદુપરાંત વાતાવરણમાં અતિશય ભેજ હોવાને લીધે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર વર્તાઈ રહી છે. ઠેર ઠેર માંદગીમાં લોકો ગિરફ્તાર થઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને શરદી, ખાંસી, તાવ નો લક્ષણો જોવા મળી રહ્યા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. તથા માંખોના ઉપદ્રવને કારણે ઝાડા – ઉલટી ના કેસોમાં પણ અવિરત વધારો થઇ રહ્યાનું ડોક્ટરોનું નિવેદન છે. સતત વરસાદને પગલે સામાન્ય જનજીવન પર પણ અસર વર્તાઈ રહી છે. ગામ ટંકારીઆ એટલે ચા ની ચુસ્કીઓનું શોખીન, ચા ની હોટલો પર લોકો અદરક વાળી ચા ની ચુસ્કીઓ લેતા નજરે પડી રહ્યા છે. તથા ભજીયા સમોસા નો આસ્વાદ માણતા પણ નજરે પડ્યા છે. ખેડૂતોને પુછાતા તેઓ જણાવે છે કે આ મઘા નો વરસાદ છે અને મઘા માં આવોજ વરસાદ વરસે, જે પાછોતરી ખેતી માટે જીવતદાન સાબિત થાય છે. ખેર જે હોય તે………….. અલ્લાહ પાક રહેમ ફરમાવી ખેત ખલિયાનોને આબાદી બક્ષે. આમીન.

Monsoon rain has been pouring continuously for 10 consecutive days in the entire Bharuch district. Due to which the farmers could not plant seasonal crops in the fields. And since the fields are also flooded, farmers cannot go to the fields. And the process of planting in the fields has not been completed yet. Moreover, due to excessive humidity in the atmosphere, people’s health is also being affected. People are getting caught in sickness everywhere. In which symptoms of cold, cough, fever are especially seen. Hospitals are overflowing with patients. And doctors have stated that there is a constant increase in the cases of diarrhea and vomiting due to the pestilence. Normal life is also being affected due to continuous rains. Village Tankaria means tea sipping lover, people are seen sipping ginger tea at tea hotels.

આજરોજ તારીખ ૯ ઓગસ્ટ ને મંગળવારના દિવસ એટલેકે ૧૦ મી મહોર્રમ ૧૪૪૪ શહાદતે શોહદાએ કરબલા. કરબલાના તપતા રણ માં અસત્ય સામે નહિ ઝૂકીને સત્યના ઝંડાને બુલંદ કરવા માટે આપણા પ્યારા નબી સલ્લલાહો અલૈહે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાનશીનોનો શહાદતનો દિવસ જેને યવમે આસુરા તરીકે મનાવવામાં આવે છે. ટંકારીઆ કસ્બામાં જેવો મહોર્રમ નો પહેલો ચાંદ નજરે પડે છે તે રાત્રિથી ઈશાની નમાજ બાદ શોહદાએ કરબલાની શાનમાં બયાનોનો દૌર ચાલુ થઇ જાય છે જે અંતર્ગત પ્રથમ ચાંદથી ઐતિહાસિક જામે મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયા માં મૌલાના હઝરત અબ્દુલરઝાક અશરફી અને મુફ્તી હઝરત નૂર સઇદ સાહેબ દ્વારા ૧૦ મી મહોર્રમ સુધી બયાનો કરવામાં આવ્યા હતા અને મોટો સંખ્યામાં ઝાયરિનોએ હાજરી આપી ફેઝિયાબ થયા હતા. અને ૧૦ મી મહોર્રમના દિવસે સવારે ૮ વાગ્યાથી આ બંને મસ્જિદોમાં વિશિષ્ટ નફિલ નમાજો, દુઆઓ તથા સલામ તથા ઝિક્ર નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇમામ સાહેબોએ સમગ્ર માનવજાતની ભલાઈઓ માટે દુઆઓ ગુજારી હતી. ત્યાર બાદ ઠેર ઠેર શરબતોની સબીલો લાગેલી પણ જોવા મળી હતી.
ય રબ્બુલ ઇઝ્ઝત…………….. એ સારી કાયેનાતના ખાલિક વ માલિક…….. એ સમગ્ર સૃષ્ટિના પાલનહાર… એ જિંદગી અને મૌતનો ફેંસલોઃ કરવા વાળા….. એ બીમારોને શિફા આપવા વાળા….. અમે તો ગુનેહગાર છીએ, ખતાકાર છીએ…… અમારા તમામ નાના મોટા ગુનાહોને તારા પ્યારા મહેબૂબ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ ના સદકા માં માફ કરી આપ.. અમે સૌ અમારા ગુનાહોની તૌબા કરીએ છે યા ગફૂરૂર રહીમ ………….. તું જ અમારા ગુનાહો માફ કરવા વાળો છે.