ટંકારિયામાં યવમે આશુરા મનાવવામાં આવ્યો

આજરોજ તારીખ ૯ ઓગસ્ટ ને મંગળવારના દિવસ એટલેકે ૧૦ મી મહોર્રમ ૧૪૪૪ શહાદતે શોહદાએ કરબલા. કરબલાના તપતા રણ માં અસત્ય સામે નહિ ઝૂકીને સત્યના ઝંડાને બુલંદ કરવા માટે આપણા પ્યારા નબી સલ્લલાહો અલૈહે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાનશીનોનો શહાદતનો દિવસ જેને યવમે આસુરા તરીકે મનાવવામાં આવે છે. ટંકારીઆ કસ્બામાં જેવો મહોર્રમ નો પહેલો ચાંદ નજરે પડે છે તે રાત્રિથી ઈશાની નમાજ બાદ શોહદાએ કરબલાની શાનમાં બયાનોનો દૌર ચાલુ થઇ જાય છે જે અંતર્ગત પ્રથમ ચાંદથી ઐતિહાસિક જામે મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયા માં મૌલાના હઝરત અબ્દુલરઝાક અશરફી અને મુફ્તી હઝરત નૂર સઇદ સાહેબ દ્વારા ૧૦ મી મહોર્રમ સુધી બયાનો કરવામાં આવ્યા હતા અને મોટો સંખ્યામાં ઝાયરિનોએ હાજરી આપી ફેઝિયાબ થયા હતા. અને ૧૦ મી મહોર્રમના દિવસે સવારે ૮ વાગ્યાથી આ બંને મસ્જિદોમાં વિશિષ્ટ નફિલ નમાજો, દુઆઓ તથા સલામ તથા ઝિક્ર નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇમામ સાહેબોએ સમગ્ર માનવજાતની ભલાઈઓ માટે દુઆઓ ગુજારી હતી. ત્યાર બાદ ઠેર ઠેર શરબતોની સબીલો લાગેલી પણ જોવા મળી હતી.
ય રબ્બુલ ઇઝ્ઝત…………….. એ સારી કાયેનાતના ખાલિક વ માલિક…….. એ સમગ્ર સૃષ્ટિના પાલનહાર… એ જિંદગી અને મૌતનો ફેંસલોઃ કરવા વાળા….. એ બીમારોને શિફા આપવા વાળા….. અમે તો ગુનેહગાર છીએ, ખતાકાર છીએ…… અમારા તમામ નાના મોટા ગુનાહોને તારા પ્યારા મહેબૂબ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ ના સદકા માં માફ કરી આપ.. અમે સૌ અમારા ગુનાહોની તૌબા કરીએ છે યા ગફૂરૂર રહીમ ………….. તું જ અમારા ગુનાહો માફ કરવા વાળો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*