1 2 3 6

આ વિષયના જાણકારો, આપણા વડીલો અને જુદા જુદા સરકારી ખાતાઓમાં નોકરી કરતા ગામના લોકો પાસેથી સાચી માહિતી મેળવવાના એક માત્ર સારા ઉદ્દેશથી આ સવાલ અત્રે ચર્ચા માટે મુક્યો છે. આપનો અભિપ્રાય આપશો. અહીં નીચે લખ્યા મુજબની વિગતો મારા ધ્યાનમાં આવી છે.
(૧) ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ગામતળમાં આવેલ મકાનો/ પ્લોટ વિગેરે મિલ્કતોનો રેકર્ડ રાખતી સીટી સર્વે ઓફિસ, ગામની ખેતી/બિનખેતીની જમીનોનો રેકર્ડ/ મહેસુલનો રેકર્ડ રાખતું ગુજરાત સરકારનું મહેસુલ ખાતું, આધાર કાર્ડ કન્ટ્રોલ કરતું UIDAI, દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ (DGVCL) વિગેરે ઓફિસના રેકર્ડ મુજબ ગામનું નામ ટંકારીયા/ Tankariya છે.
(૨) પોસ્ટ ઓફિસ/ ટેલિફોન ખાતું બન્ને ખાતામાં અંગ્રેજીમાં Tankaria પરંતુ ગુજરાતી માં ટંકારીયા છે !!!? બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રેકર્ડ મુજબ Tankaria/ ટંકારીઆ છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત ઓફિસના રેકર્ડ મુજબ ગામનું નામ ટંકારીઆ/ Tankaria છે. (નોંધ : ગ્રામ પંચાયતના કેટલાક વર્ષો પહેલાંના જુના રેકર્ડમાં ગામનું નામ ટંકારીયા/ Tankariya હતું. આ ફેરફાર ક્યા વર્ષથી થયો?

આ સિવાય કેટલાક અપવાદમાં કેટલાક સરકારી રેકર્ડમાં ગુજરાતીમાં ટંકારિયા લખાયેલું છે.

આ વિષયને લગતી માહિતી ગામના વડીલો, આગેવાનો પોતાની જાણકારી મુજબ આપે એવી નમ્ર વિનંતી છે. આ વિષયની ચર્ચા કોઈ પણ જાતનો વાદ વિવાદ ઉભો કરવાના ઉદ્દેશ માટે નથી પરંતુ ફક્ત એક સારા ઉદ્દેશ માટે જ છે એવી બાંહેધરી સાથે…

Election Commission Of India
City Survey Office
Land Record Revenue Department
UADIA Aadhaar Card Issuing Othority
DGVCL
Tankaria Post Office
Tankaria Post Office Details
Details of Bank Of Baroda & State Bank Of India

મોજે ગામ ટંકારીઆ તા. જી. ભરૂચથી ભડભાગ કબ્રસ્તાન કમિટીના પ્રમુખ યુનુસભાઇ એ. ડી. ખાંધિયા તથા અન્ય સભ્યોના સલામ બાદ આપ સૌ મુસ્લિમ ભાઈ – બહેનોને દિલી ગુજારીશ છે કે, ટંકારીઆ ગામની ઉત્તરે તળાવના કિનારે આવેલ ભડભાગ કબ્રસ્તાનની ઉત્તર તથા દક્ષિણ બાજુની દીવાલો ખુબજ જર્જરિત હાલતમાં થઇ ગઈ છે, જેને આર.સી.સી. ની નવી બનાવવી જરૂરી હોય બંને દીવાલોની લંબાઈ ૮૦૦ ફૂટ છે. જેનો અંદાજિત ખર્ચ રૂપિયા ૩૮ લાખ જેટલો થાય છે. પશ્ચિમ તરફની દીવાલ પણ આપ સર્વેના સાથ સહકારથી બનાવેલ છે. માટે આ નેક કામમાં આપણાથી બનતી લીલ્લાહ રકમ આપી તથા અન્ય લોકોને પ્રોત્સાહિત કરી અપાવી સહકાર આપવા નમ્ર અરજ છે. માલિક આપ સર્વેને બંને જહાંમાં બેહતર બદલો આપે એવી દિલી દુઆઓ સાથે. વધુ વિગત માટે નીચે જણાવેલ ઇસમોનો સંપર્ક કરી શકો છો.
યુનુસભાઇ એ. ડી. ખાંધિયા [પ્રમુખ] મોં. ૯૮૨૫૯૧૪૭૫૦
ગુલામ સુલેમાન ઇપલી મોં. ૮૧૪૦૪૧૪૬૪૭
સુહેલ ગજ્જર મોં. 0૭૫૨૧૮૫૦૨૯૭ [યુ. કે.]
મુસ્તાક ઇસ્માઇલ રાન્ધવાવાળા મોં. ૦૭૪૬૨૮૫૫૮૨૩ [યુ. કે.]

ભરૂચ તાલુકાના વેપારી મથક પાલેજ તથા ટંકારીઆ તથા આજુબાજુના ગામો જેવાકે સીમળીયા, કંબોલી, ઠીકરીયા, કિશનાડ, ઘોડી, અડોલ, ઠીકરીયા, સેગવા, નબીપુર, હિંગલ્લા, સીતપોણ, પારખેત, પરીએજ, પાદરીયા, કારેલા, વાંતરસા, કોઠી જેવા અસંખ્ય ગામો આવેલા છે. આ ૨૦ કિલોમીટરની ત્રિજ્યાના ગામોમાં આગ લાગવાના બનાવો બને ત્યારે લાખો રૂપિયાનું નુકશાન થાય છે. તેમજ પાલેજ જેવા ગામમાં જી.આઈ.ડી.સી. પણ આવેલી છે અને ૭ થી ૮ કપાસ ની જીનો પણ કાર્યરત છે. તો ટંકારીઆ – પાલેજ તથા આજુબાજુના ગામોની માંગણી છે કે પાલેજ અથવા ટંકારીઆ અથવા હિંગલ્લા માં અદ્યતન ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે તો આવા આગના બનાવો બને તો તાત્કાલિક ધોરણે આવા બનાવો અટકાવી શકાય અને જાન-માલ નું નુકશાન પણ અટકાવી શકાય. હાલમાં આ ૨૦ કિલોમીટરની ત્રિજ્યાના ગામોમાં ફાયર સ્ટેશન ના હોવાથી જયારે આ વિસ્તારોમાં આગ લાગવાના બનાવો બને તો તેને તાત્કાલિક ધોરણે રોકી શકાય તેમ ના હોય જાન – માલ નું નુકશાન થાય તેમ હોય, આ સમસ્યા ને લઈને આજે ટંકારીઆ ગામના જાગૃત નાગરિકો દ્વારા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીના સાનિધ્ય માં આજે કલેક્ટર ભરૂચને આ વિસ્તારોમાં તાત્કાલિક ફાયર સ્ટેશન શરુ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આજથી એસ.એસ.સી. ની પરીક્ષા નો આરંભ થઇ ગયો છે. ટંકારીઆ કેન્દ્ર માં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા જતા પહેલા દરેક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

1 2 3 6