આપણું ગામ …………….. કે જેને  એક સમયે શિક્ષકોના ગામ તારીખે ખ્યાતિ મેળવી ચૂક્યું હતું. આજના સમયમાં ડોક્ટરોના ગામ તરીકે વિખ્યાત થયું છે. જે સંદર્ભે આપણા ગામના અલ્તાફ ઇસ્માઇલ તલાટી  [લાર્યાં] / ફરઝાના અલ્તાફ તલાટી  [લાર્યાં] ની સુપુત્રી નામે સના તલાટી  [લાર્યાં] એ હાલમાંજ જી. એમ ઈ આર એસ મેડિકલ કોલેજ વલસાડમાંથી   એમ.બી.બી.એસ. ની ડિગ્રી પરિપૂર્ણ કરી ડોક્ટર બની ગઈ છે. તલાટી  [લાર્યાં] ફેમિલીને ખુબ ખુબ અભિનંદન. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આ ડોક્ટર સના તલાટી  [લાર્યાં]  પ્રાથમિક શાળા થી લઈને એમ.બી.બી.એસ. ની ડિગ્રી સુધી ઈંગ્લીશ મીડીયમ માંજ અભ્યાસ કર્યો હતો.

ગ્રીષ્મ ઋતુ ની શરૂઆત થઇ ગઈ છે. ગરમી નું પ્રમાણ ધીરે ધીરે વધવા માંડ્યું છે તે અરસામાં આજે સવારથીજ વાતાવરણમાં ઓચિંતો પલટો દેખાઈ રહ્યો છે. સવારથીજ સૂરજદાદા ગાયબ થઇ જઈ વાદળિયાં વાતાવરણ નું સર્જન થયું છે. એમ લાગી રહ્યું છે કે જાણે ચોમાસાની સવાર પડી છે. વાહ રે કુદરત…….. તારો ખેલ નિરાલો છે.

Summer has begun. At a time when the temperature is slowly rising, there is a sudden change in the atmosphere this morning. With the disappearance of Surajdada in the morning, a cloudy atmosphere has been created. It looks like a monsoon morning.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મુખ્ય બજારમાં આવેલી કપડાંની દુકાનમાં એકાએક શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.
બનાવ ની વિગત એવી છે કે, ટંકારીઆ ગામે બજારમાં ઈમ્તિયાઝ ઉમરજી બોખા કપડાંની દુકાન ધરાવે છે, તેમાં આજરોજ બપોરે ૧૨ વાગ્યાના સમયે શોર્ટ સર્કિટ થતા આખી દુકાન બળીને ખાક થઇ જવા પામી છે. જેને પગલે લાખો રૂપિયાનું કાપડ તથા ફર્નિચર બળી જવા પામ્યું છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
આમ ઓચિંતી આગ લાગતાં ગામના નવયુવાનો એકત્ર થઇ ભારે પાણીનો મારો કરી તથા ભારે જહેમત ઉઠાવી આગને ઓલવી નાંખી હતી. પરંતુ દુકાનમાં રહેલું કાપડ અને ફર્નિચર બળીને ખાક થઇ જવા પામ્યું હતું.

ZUBEDABEN ISMAIL DADUBHIKHA [MOTHER OF AZZU DADUBHIKHA] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush.

SUFIYA ISMAIL GHODIIWALA [MOTHER OF HANIFBHAI S.T. DRIVER] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush.