આજે ૧૫મી ઓગસ્ટ એટલેકે સમગ્ર દેશ આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ટંકારિયામાં પણ વિવિધ શૈક્ષણિક તેમજ દીની દર્સગાહો પર તિરંગો ફરકાવી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત પર સરપંચ આરીફ પટેલના સાનિધ્યમાં ગામ પંચાયત સભ્યોની હાજરીમાં પંચાયત સભ્ય સેજલ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
……………..સ્વાતંત્ર્ય દિવસ અમર રહે
………………

હિજરી સનનો પ્રથમ મહિનો એટલે મહોર્રમ માસ કે જે માસમાં સત્યને કાજે શહાદત વહોરનાર નબીએ કરીમ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના દોહિત્ર હઝરત ઇમામ હુસેન રદી. તથા તેમના જાનસીરો ની યાદમાં મહોર્રમઉલ હરામ ના પ્રથમ ચાંદથી લઈને ૧૦મી મહોર્રમ સુધી બયાનનો પ્રોગ્રામ જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઇયયા માં ઈશાની નમાજ બાદ થાય છે. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો હાજરી આપી ફૈઝયાબ થાય છે. તેમજ પારખેત રોડ સ્થિત મક્કા મસ્જિદમાં ઈશાની નમાજ બાદ ઝિક્ર નો પ્રોગ્રામ પણ થાય છે. ૧૦મી મહોર્રમ યાને યવમે આશુરા તારીખ ૨૦ ઓગસ્ટ ને શુક્રવારના રોજ મનાવવામાં આવશે. યવમે આશુરાના દિવસે સવારે ૮ વાગ્યે અશુરાની વિશિષ્ટ નવાફીલો બંને મસ્જિદોમાં અદા કરાવવામાં આવશે.