HAJI IBRAHIMMASTER LARYA [FATHER OF SAJID LARYA] PASSED AWAY………..INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANAJA WILL HELD AT HASHAMSHAH [RA] GRAVEYARD AT 8.30AM. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

FIROZ PAYA [MOTOR MECHANIC] PASSED AWAY………..INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.

રમઝાન શરીફના મહિનામાં મુસ્લિમ ભાઈ બહેનો રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરતા હોય છે અને રમઝાન માસની પુર્ણાહુતી એટલે કે ઈદ ઉલ ફિત્ર મુસ્લિમો ભારે ધામધૂમથી અકીદતો સાથે મનાવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ને પગલે ટંકારીઆ તથા પંથકમાં ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી એકદમ સાદગીથી કરવામાં આવી હતી. ગામની વિવિધ મસ્જિદોમાં સવારે સરકારી નીતિ નિયમોને આધીન સોસીયલ ડિસ્ટન્સીસ સાથે મોઢા પર માસ્ક પહેરી ઈદ ઉલ ફિત્ર ની વિશિષ્ટ નમાજ અદા કરવામાં આવી હતી. નમાજ બાદ મસ્જિદોના ઇમામ સાહેબોએ સમગ્ર દુનિયામાંથી કોરોના વાઇરસ નાબૂદ થઇ જાય અને દેશ અને દુનિયામાં અમાનો શાંતિ સ્થપાય તેવી દુઆ ગુજારવામાં આવી હતી. તેમજ જેટલા પણ આ મહામારીને લઈને બીમાર હાલતમાં છે તેમની શિફા માટે પણ દુઆઓ કરવામાં આવી હતી અને આ મહામારીમાં જેઓ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે તેમની મગફિરતની દુઆઓ કરવામાં આવી હતી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ ભેટવાનું તથા હાથ મિલાવવાનું પણ ટાળ્યું હતું. આમ ટંકારીઆ તથા પંથકમાં ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી એકદમ સાદગીભર્યા માહોલમાં કરવામાં આવી હતી.

આજે ઈદ ઉલ ફિત્ર મનાવી રહેલા તમામ ભાઈ બહેનોને ઈદ મુબારક પાઠવીએ છીએ. અલ્લાહ તઆલા ઈદ ની તમામ ખુશિયાં અતા ફરમાવે. અલ્લાહ તબારક વ તઆલા તમામ ભાઈ બહેનોના રોઝા, ખૈર ખૈરાત, ઝીકરો અસગાર, તમામ નેકિયાઁ કબુલ ફરમાવે.