હમણાં થોડા દિવસ પહેલા ગામમાં ભયંકર વાવાઝોડું અને કમોસમી વરસાદ પડ્યો હતો જેને પગલે વીજ વાયરો તથા વીજ થાંભલાઓ તૂટી ગયા હતા તથા મોટા મોટા કદાવર વૃક્ષો ધરાશાયી થઇ જતા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને રીપેર કરવા તથા વીજ પુરવઠાને તાત્કાલિક બહાલ કરવા માટે આપણા ગામના નવયુવાનોએ વીજ કંપનીની ટિમ સાથે કદમ થી કદમ મિલાવી તેમને દરેક પ્રકારની મદદ કરી વીજ પુરવઠો બહાલ કર્યો હતો. તો આ માધ્યમ થકી ગામના તત્કાલીન સરપંચ દરેક નવયુવાનોનો આભાર વ્યક્ત કરે છે. જેમાં મુખ્યત્વે મુસ્તાક ભાણીયા ની ટીમ, સાજીદ લાલન ની ટીમ તથા ગામના દરેક નવયુવાનો, વડીલો નો સિંહફાળો હતો તથા વીજ કંપનીની ટીમ ના ચાવડા સાહેબ, પટેલ સાહેબ તથા ટંકારીઆ ગામના લાઇનમેન, હેલ્પર તથા વીજ કર્મચારીઓનો પણ આ થકી આભાર વ્યક્ત કરે છે. અલ્લાહ પાક તેનો બદલો બંને જહાંમાં આપે.
સરપંચ વતી ઉસ્માન લાલનના સલામ…..

આપણા ગામના મહેબૂબ વૈરાગી [યુસુફમાંમાં ખાંધિયા ના જમાઈ] સુરત ખાતે બુરહાન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ વિવિધ રોગો માટે એડમિટ હોય આપ સૌ તેમની શિફા માટે દુઆ ગુજારશો તથા જેઓ પણ હોસ્પિટલમાં બીમાર છે તેઓ માટે પણ શિફાની દુઆ ગુજારવા અપીલ કરવામાં આવે છે. અલ્લાહ તઆલા તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં તમામ બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવે. આમીન.

આપણા ગામના સરફરાઝ આદમ ઉમતા અંકલેશ્વર ખાતે સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તો આપ સૌ તેમની શિફા માટે દુઆ ગુજારશો તથા જેઓ પણ હોસ્પિટલમાં બીમાર છે તેઓ માટે પણ શિફાની દુઆ ગુજારવા અપીલ કરવામાં આવે છે. અલ્લાહ તઆલા તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં તમામ બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવે. આમીન.

YUSUF GULAM UMTA PASSES AWAY…

AHMEDBHAI DABGAR PASSES AWAY…..

INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN……MAY ALLAH (SWT) GRANT THEM JANNATUL FIRDAUSH…..AMEEN.

ગતરોજ શમી સાંજે ટંકારીઆ તથા પંથકમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને વરસાદ પણ પડ્યો હતો જેને પગલે છત પર મુકેલા પતરાઓ ઉડી જવા પામ્યા હતા. અને મોટા મોટા વૃક્ષો મૂળ માંથી ઉખડી ગયા હતા જેને પગલે ભારે નુકશાન થયું હતું. વીજ થાંભલાઓ પણ જડમૂળમાંથી તૂટી જવા પામતા વીજ પુરવઠો ખોરવાયો હતો. તદુપરાંત ટંકારીઆ સીતપોણ – ટંકારીઆ અડોલ – ટંકારીઆ કંબોલી તરફ જતા મુખ્ય માર્ગો પર મોટા મોટા વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બંધ થઇ ગયા હતા પરંતુ ટંકારીઆ ગામના સરપંચ તથા નવયુવાનોએ યુદ્ધના ધોરણે આ પડી ગયેલા વૃક્ષોને માર્ગ પરથી હટાવવાનું કાર્ય કરી તમામ માર્ગોને તાત્કાલિક ચાલુ કરી દીધા હતા અને વીજ પુરવઠા માટે ગામના ૬૦ જેટલા નવયુવાનોએ વીજ કર્મચારીઓ સાથે કદમ થી કદમ મિલાવી સાથ સહકાર આપી વીજ પુરવઠો પણ ચાલુ કરાવી દેતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ૨૦ મિનિટ ચાલેલા આ વાવાઝોડાએ લોકોના જીવ ઊંચા કરી દીધા હતા.