We want to share with My Tankaria Global Family, “Sanad Vagar no Aambo”… an award winning story by Tankaria’s very own, Janaab Aziz Tankarvi. This story has won huge amount of praise from Gujarati literature writers and critics. The story, originally written by Aziz Tankarvi, has been dramatized in the following video in the voice of Vijay Thakkar, America based story teller.

અઝીઝ ટંકારવી મૂળે સાહિત્ય અને શિક્ષણના જીવ… જીવનનો એક મોટો હિસ્સો પ્રદેશમાં વિતાવ્યા છતાં ગુજરાત અને ગુજરાતી સાથેનો એમનો નાતો અતૂટ રહ્યો છે. અઝીઝ ટંકારવીની અનેક વાર્તાઓ ખૂબ પ્રચલિત બની છે તો એમની ગુજરાતી ગઝલોએ પણ ગઝલ પ્રેમીઓના દિલ જીતી લીધાં છે. ગઝલ, વાર્તા નવલકથા એ બધું તો તેઓ સતત લખતા રહ્યા સાથોસાથ અનેક સંપાદનો પણ કરતા રહ્યા. અઝીઝ ટંકારવીના નામે ૧૪ જેટલાં પુસ્તકો બોલે છે. છેલ્લા લગભગ ૨૫ વર્ષ ઉપરાંતથી તેઓ અમદાવાદના પ્રતિષ્ઠિત અખબાર ગુજરાત ટૂ ડે ના તંત્રીપદે ગુજરાત સરકારનો બેસ્ટ એડિટોરિયલ એવૉર્ડથી તથા અન્ય અનેક એવૉર્ડથી તેઓ સન્માનિત કરાયા છે.

ભરૂચ જિલ્લા ના સામાજિક કાર્યકર, અબ્દુલ કામઠી, દ્વારા આર્થિક કટોકટી ના સમયમાં પૂરૂ પાડયુ માનવતા અને પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ*ગતરોજ ભરૂચ જિલ્લાના બાયપાસ વિસ્તાર માંથી ભરૂચ જિલ્લા નાં સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામથી ને Rs. 50000/- રોકડ બિનવારસી હાલતમાં પડેલ મળ્યાં હતા. ત્યારબાદ અબ્દુલભાઈ એ રૂપિયા કોના છે ? એ હકીકત જાણવા માટે ફેસબુક ઉપર એક વિડીઓ જાહેર કર્યો હતો. અબ્દુલભાઈ ની આ પ્રમાણિકતા નો આ વીડિયો ફેસબુક ઉપર જોતા થામ ગામ વતની એવા મુસાભાઈ જાંગરિયા નાં રૂપિયા હોવાની હકીકત બહાર આવી હતી.જે બાદ અબ્દુલ ભાઈ એ મુસા ભાઈ નો સંપર્ક કરીને ભરૂચ જિલ્લા પોલીસ પી.આઈ.કોથીયાં સાહેબની સમક્ષ મુસાભાઈ ને બોલાવી ને તેમની ખરી મેહનતની રકમ પરત કરીને આવા લોકડાઉન ના કપરા સમયમાં એક ઉત્તમ માનવતા નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

આજે રમઝાન શરીફ ની ૨૭ મી રાત એટલેકે લયલતુલકદ્ર. સામાન્ય રીતે આજે તરાવીહ ની નમાજોમાં કુરઆન શરીફ પૂર્ણ થાય છે. પરંતુ કોરોના વાઇરસની મહામારીને લઈને લોકડાઉન હોવાથી સરકારના આદેશ અનુસાર આ વખતે મસ્જિદોમાં તરાવીહ થઇ નથી પરંતુ તમામ બિરાદરોએ પોતપોતાના ઘરોમાં તરાવીહ ની નમાજ અદા કરી હતી. આજે લયલતુલકદ્ર ના મોકા પર જામે મસ્જિદના ખતીબ વ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે તરાના એ અલવિદા પઢી હતી અને ત્યારબાદ સમગ્ર વિશ્વ માટે ખુશહાલી ની દુઆ ફરમાવી હતી. તેમને આ વૈશ્વિક મહામારી જડમુળ માંથી નાશ પામે તે માટે પણ દુઆ ગુજરી હતી. દેશ અને દુનિયા ને આ કોરોના જેવી મહામારી માંથી અલ્લાહ છુટકારો આપે તેવી કાકલૂદીભરી આઝીઝી સાથે દુઆ ગુજારી હતી. ઘરમાં બેસી સાંભરતા બિરાદરોએ આંખોમાં આંસુઓ સાથે આમીન કહ્યું હતું.