અલવિદા અલવિદા એ માંહે રમઝાન અલવિદા
આજે રમઝાન શરીફ ની ૨૭ મી રાત એટલેકે લયલતુલકદ્ર. સામાન્ય રીતે આજે તરાવીહ ની નમાજોમાં કુરઆન શરીફ પૂર્ણ થાય છે. પરંતુ કોરોના વાઇરસની મહામારીને લઈને લોકડાઉન હોવાથી સરકારના આદેશ અનુસાર આ વખતે મસ્જિદોમાં તરાવીહ થઇ નથી પરંતુ તમામ બિરાદરોએ પોતપોતાના ઘરોમાં તરાવીહ ની નમાજ અદા કરી હતી. આજે લયલતુલકદ્ર ના મોકા પર જામે મસ્જિદના ખતીબ વ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે તરાના એ અલવિદા પઢી હતી અને ત્યારબાદ સમગ્ર વિશ્વ માટે ખુશહાલી ની દુઆ ફરમાવી હતી. તેમને આ વૈશ્વિક મહામારી જડમુળ માંથી નાશ પામે તે માટે પણ દુઆ ગુજરી હતી. દેશ અને દુનિયા ને આ કોરોના જેવી મહામારી માંથી અલ્લાહ છુટકારો આપે તેવી કાકલૂદીભરી આઝીઝી સાથે દુઆ ગુજારી હતી. ઘરમાં બેસી સાંભરતા બિરાદરોએ આંખોમાં આંસુઓ સાથે આમીન કહ્યું હતું.
Leave a Reply