1 2 3 7

આપણા ગામના નગીનભાઈ વાળંદ નું આજરોજ અવસાન થયેલ છે. બાદશાહ ના હુલામણા નામે ઓળખાતા નગીનભાઈ એક સારા વ્યક્તિ તરીકે પોતાની છાપ ટંકારીઆ ગામવાસીઓ પર છોડી ગયા છે. તેમની અંતિમવિધિ ભરૂચ મુકામે કરવામાં આવશે એવા સમાચાર પ્રાપ્ત થયા છે. તેઓને અહમદાબાદ ના ફૈઝુલ્લા બાવાથી ઘણો લગાવ હતો અને તેઓ હંમેશા ફૈઝુલ્લા બાવા ની તેમના જમાનાની વાતો થી પ્રભાવિત કરાવતા હતા.

ભરૂચ જિલ્લામાં તથા ટંકારીઆ અને પંથકમાં અચાનક વાતાવરણે પલટો માર્યો હતો. ગાજવીઝ સાથે વરસાદી માવઠું થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ઠંડા પવન સાથે માવઠું થયું હતું. અને વાદળો હજુ પણ ગોરંભાયેલા છે. કદાચ હળવો વરસાદ હવે પછી પણ પડી શકે છે. સાથે સાથે મળતી માહિતી મુજબ માંહે રબીઉલ અવ્વલ નો ચાંદ પણ દેખાયો હોય આજથી જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયા ટંકારીઆ માં માંહે નૂર ના બયાનો આગામી બાર દિવસ સુધી થશે. ઈદે મિલાદુન્નબી સલ્લલ્લાહો અલય્હે વ સલ્લમ ૧૦ નવેમ્બર ને રવિવારના રોજ મનાવવામાં આવશે. ઇન્શા અલ્લાહ.

Nafeesha W/O Mujeeb Mustak Vevli has completed her Doctorate / PhD. degree in “History” with Veer Narmad South Gujarat University.  It’s one of the sweetest fruit that anyone in the field of education gets after years and years of hard work.  Finally, all her years of hard work and turmoil have paid off. You will now be called Dr. Nafeesha and that is a great deal of respect. Congratulate to Vevli family on getting her Doctorate/PhD degree.

1 2 3 7