ટંકારીઆ તથા પંથકમાં માવઠાનો માર
ભરૂચ જિલ્લામાં તથા ટંકારીઆ અને પંથકમાં અચાનક વાતાવરણે પલટો માર્યો હતો. ગાજવીઝ સાથે વરસાદી માવઠું થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ઠંડા પવન સાથે માવઠું થયું હતું. અને વાદળો હજુ પણ ગોરંભાયેલા છે. કદાચ હળવો વરસાદ હવે પછી પણ પડી શકે છે. સાથે સાથે મળતી માહિતી મુજબ માંહે રબીઉલ અવ્વલ નો ચાંદ પણ દેખાયો હોય આજથી જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયા ટંકારીઆ માં માંહે નૂર ના બયાનો આગામી બાર દિવસ સુધી થશે. ઈદે મિલાદુન્નબી સલ્લલ્લાહો અલય્હે વ સલ્લમ ૧૦ નવેમ્બર ને રવિવારના રોજ મનાવવામાં આવશે. ઇન્શા અલ્લાહ.
Leave a Reply