ચોમાસાના વિદાય અને હેમંત ઋતુ ની શરૂઆત થઇ ચુકી છે. આ ઋતુ આરોગ્યપ્રદ છે. આમ શરીરનું બળ વધે છે અને શરીર તંદુરસ્ત અને મજબૂત થાય છે. નવલોહિયા અને તંદુરસ્ત યુવાનો માટે આ ઋતુ એટલે કસરત કરી શરીરને હૃષ્ટપૃષ્ટ રાખવાની છે. અને ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે તો વાતજ શી પૂછવાની? આપણા ગામમાં સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ અને બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે વિન્ટર ક્રિકેટ નું આયોજન પણ કરવામાં આવે છે જે અંતર્ગત સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ એ ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજનનું કામ શરુ કરી દીધું છે. એટલેકે મેદાનની મરમ્મત કરાવવાનું અને પીચ બનાવવાનું કામ હાલમાં પુરજોશમાં ચાલુ થઇ ગયું છે. આયોજકોના મતે ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ ૩જી નવેમ્બરના રોજ રમાશે. એટલેકે ટંકારીઆ માં ક્રિકેટ ફેસ્ટિવલ નો પ્રારંભ ટૂંક સમયમાં થઇ જશે. ટુર્નામેન્ટ નું સુવ્યવસ્થિત આયોજન માટે ક્લબના મેમ્બરોએ કમર કસી લીધી છે. મેદાનની મરમ્મત કરવાનું કામના ફોટો નીચે દ્રશ્યમાન થાય છે.

ચોમાસુ લગભગ વિદાય થઇ ગયું છે અને ચોમાસામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હોવાથી મચ્છર તથા અન્ય જીવજંતુઓ અને બેક્ટેરિયા નો ઉપદ્રવ થાય તે સ્વાભાવિક પ્રક્રિયા છે. તો આ મચ્છર તથા અન્ય જીવજંતુઓ અને બેક્ટેરિયા ના મારણ તરીકે આપણા ગામના લેસ્ટર માં વસવાટ કરતા એન. આર. આઈ. મિત્ર અબ્દુલભાઇ છેલીયા ના સહયોગથી આખા ગામમાં ઠેર ઠેર ગલીએ ગલીએ જંતુનાશક પાવડરનો છંટકાવ આપણા ગામના સામાજિક કાર્યકર યુસુફભાઇ ઢીલ્યા હસ્તક કરવામાં આવ્યો હતો. નીચે દર્શાવેલ ફોટોમાં પાવડર છંટકાવ કરી રહેલા યુસુફભાઇ અને તેમની ટિમ દ્રશ્યમાન થાય છે.

આજે આછોડીયાંના કમ્પાઉન્ડ માં ૭ ફૂટ લાંબો ખતરનાક સાપે દેખાદેતા આપણા ગામના જાંબાઝ ઈરફાન મુસા પાવડીયાએ તેને જીવતો પકડી લઇ ગામથી દૂર જીવતો છોડી દીધો હતો. વાતાવરણ હવે ઠંડુ થતા મોટા મોટા સાપો શિકાર કરવા માટે દર માંથી નીકળતા હોય છે. અને અમુક વખત શિકાર કરતા કરતા રીહાયશી ઇલાકાઓમાં પણ આવી જતા હોય છે. એવોજ એક ખતરનાક ફેણીયો સાપ પારખેત તરફ જતા રસ્તાપર આવેલા આછોડીયાંના બંગલાના કમ્પાઉન્ડમાં નજરે પડતા ઈરફાન મુસા પાવડીયાએ તેને ઝડપી લઇ ગામથી દૂર ખેતરોમાં જીવતો છોડી દીધો હતો.