ટંકારીઆ માં આજે સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકયો હતો. લગભગ અડધો કલાક વરસેલા વરસાદે ૨ થી ૩ દિવસ ના ઉઘાડ ની અસરને ફરીથી ભીની કરી દીધી હોય ખેતરોમાં નિંદામણની પ્રક્રિયા પર અસર પડવા પામશે. અડધો કલાક પડેલા આ વરસાદે રસ્તાઓ પર પાણી પાણી કરી દીધું છે. ખેતરોમાં નિંદામણ કરવાની આશાએ મીટ માંડી બેઠેલા ખેડૂતો ના કપાળ પર ફરીથી ચિંતાની લકીરો ખેંચાઈ જવા પામી છે.

આજથી સમગ્ર ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થઇ ગયા છે. જેમાં ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ દરમિયાન ડ્રાઇવિંગ લાયસન્સ, હેલ્મેટ, આર.સી. બુક, ગાડીનો વીમો, પી.યુ.સી. જેવા દસ્તાવેજો ફરજીયાત પોતાની સાથે રાખીને જ ડ્રાઇવિંગ કરવું નહીતો નવા આકરા ટ્રાફિક નિયમોસાર ભારે ભરખમ દંડ ભરવો પડશે. લાયસન્સ અને આર.સી. બુક ની ઈ. કોપી મોબાઈલ માં હશે તો ચાલશે. તે માટે એમ-પરિવહન એપ્પ ડાઉન્લોઅડ કરી તેમાં લાયસન્સ અને આર.સી. બુક ડાઉનલોડ કરી ને બતાવશો તો વેલીડ ગણાશે. એજ પ્રમાણે કાર તેમજ અન્ય વાહનોમાં ઉપરોક્ત દસ્તાવેજો ઉપરાંત હેલ્મેટ ની જગ્યાએ સીટ બેલ્ટ નાંખવો ફરજીયાત રહેશે. નવા નિયમો આજથી લાગુ પડ્યા હોય ઠેર ઠેર વાહનોની ચેકીંગ શરુ થઇ ગઈ છે. તો નિયમ ને અનુસરો અને દંડથી બચો.

ટંકારીઆ તથા આસપાસના વિસ્તારના ગામોમાં ભાદરવો ભરપૂર ઉક્તિને સાર્થક કરે છે. પંથકમાં છેલ્લા ૧૨ દિવસથી સૂર્ય ના દર્શન દુર્લભ થઇ ગયા છે એટલેકે સૂર્ય ૧૨ દિવસોમાં નહિવત દેખાણો છે. ઘડીકમાં વાદળો છવાઈ જાય છે અને વરસાદી માહોલ યથાવત રહે છે જેને પગલે શરદી, ખાંસી, તાવ, પેટમાં દુખાવો, માથામાં દુખાવો, માથું ભારે ભારે રહેવું, અપચો વગેરે જેવી સમસ્યાએ ભરડો લીધો છે. થોડા થોડા સમયાંતરે વરસાદી છાંટા પડે છે અને બાદમાં વાતાવરણ વાદળછાયું જ રહે છે. ચાલુ વર્ષે અતિશય વરસાદ પડવાને પગલે ખેડૂતોએ વાવેતર કરેલું બી પણ બળી જવા પામ્યું છે. અને સરકારે અતિવૃષ્ટિને લીધે નુકશાની નું વળતર આપવાની જાહેરાત કરી હોય જેના ફોર્મ ભરી પંચાયત માં ગ્રામ સેવક અથવા તલાટી ને આપવાની જાહેરાત કરવામાં આવી હોય નુકશાની ના વળતરના ફોર્મ મેળવી ભરી પંચાયતમાં જમા કરાવવાની અપીલ કરીએ છીએ.

Zubedaben Ismail Gulya [Poshi] [mother of Babu Gulya] passes away.. inna lillahe wainna ilayhe rajeun. Her Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Magrib prayer. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameeen.