1 3 4 5

બેન્ક ઓફ બરોડા ટંકારીયા બ્રાન્ચ દ્વારા બેન્ક
તરફથી હાલમા ચાલુ થયેલ નવી સ્કીમો તથા વેપારીઓ..
ખેડૂતો તથા આમ જનતા ને મળવા પાત્ર લોનો ની ચર્ચા..
કરવા માટે તથા લોકોની યોગ્ય રજૂઆતો સાંભળવા માટે
એક જાહેર મીટીંગનુ આયોજન ટંકારીયાના દારૂલ ઉલુમ
હોલમા કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ
હાજર રહીને બેન્ક ને લગતી યોગ્ય રજૂઆતો કરી હતી..
બેન્ક મેનેજરશ્રી.તરફથી લોકોને જાહેર થયેલ નવી સ્કીમ
તથા લૉન બાબતે યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું.

Congratulations to Tankarvi elders in London who won the Beckett Trophy proudly in the final competition at the prestigious event at the Old Dagenham Bowling Club’s green (ground) representing their own Plashet Park Bowling Club, East Ham, London. Tankarvi elders Bashirbhai Khoda, Hanif Ismail Munshi Ghodiwala, Ismail Saheb Khunawala, Yusufbhai Bapuji with other team players Iliyas Sharif Palejwala, Ayub Vali Patel Vadavawala and Ahmedbhai Bhaiji Umrajwala appear in the photos below with the trophy and certificate in their hands.

It is to be noted that they are the only Gujarati Indians from Bharuch district participating in such a well respected and popular Bowling Clubs’ games competition in London, England. Dilawar Master Khoda, Yakubbhai Karim and Sadiq Bangalawala are also the eminent and active members of Plashet Park Bowling Club, which is more than 100 years old.

A full report will be published in next week’s Newham Recorder newspaper.

ગુજરાત સરકારની વિધવા સહાય યોજના અંતર્ગત વિધવા માં – બહેનોને માર્ગદર્શન તેમજ જરૂરી માહિતી પુરી પાડવા માટે રવિવારના રોજ ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલમાં સરકારી યોજના જેવી કે વિધવા સહાય યોજના વિશેનો એક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો.
આયોજિત કાર્યક્રમમાં વિધવા સહાય યોજના વિશેની વિસ્તૃત છણાવટ સાથેની સંપૂર્ણ  માહિતી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાકભાઇ બાબરિયા તથા સદસ્યો અફઝલ ઘોડીવાલા, સાબીર માસ્તર સાલેહ તથા આરીફ બાપુજીએ પુરી પાડી હતી. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિંદુ – મુસ્લિમ  વિધવા માં – બહેનોએ ભાગ લઇ જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયા બ્રાંચ સમયાંતરે સમાજસેવાના કાર્યક્રમોનું આયોજન કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય કરે છે…

1 3 4 5