આજે સમગ્ર ભારત ૭૩ મોં સ્વતંત્ર દિવસ માનવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પણ ૭૩ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ટંકારીઆ ગામ પંચાયતના પટાંગણમાં સરપંચ આરીફ પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટંકારીઆ ગામની વિવિધ શાળાઓ સહીત ઇસ્લામિક ઈડારાઓ માં ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો. ટંકારીઆ ગામની મુખ્ય કન્યાશાળા ના પટાંગણમાં તથા આઈ. એન. વિદ્યાલય ટંકારીઆ માં ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય અને ભરૂચ જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના અધ્યક્ષ મરિયમબેન અભલી ના હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ના અધ્યક્ષ સહીત સરપંચ આરીફ પટેલ, ડેપ્યુટી સરપંચ ઉસ્માનભાઈ લાલન, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, તેમજ ગામ પંચાયત ના સભ્યો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. અંતમાં તમામ વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચી પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું.