1 2 3 14

ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જતા હુંજ્જાજ ભાઈ બહેનો માટે નો તરબોયત નો કેમ્પ આજરોજ મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં રાખવામાં આવ્યો હતો. જેમાં અનુભવી હુંજ્જાજ મૌલાના દ્વારા હાજીઓને સવિસ્તાર અરકાનોની જરૂરી માહિતી થિયરિકલ અને પ્રેક્ટિકલી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ટંકારીઆ તથા આજુબાજુ ના ગામોમાંથી હજ્જે બૈતુલ્લાહ જનાર હાજીઓએ હાજરી આપી હતી. આ કેમ્પ ની પુર્ણાહુતી બાદ તમામ હુજજાજોની જમવાની વ્યવસ્થા દારુલ ઉલુમ દ્વારા કરવામાં આવી હતી.

હજ નો પ્રેક્ટિકલી ટ્રેનિંગ કેમ્પ નું આયોજન ૩૦ જૂન ના રોજ ટંકારીઆ માં થશે
ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર હુજ્જજો માટે પ્રેક્ટિકલી ટ્રેનિંગ કેમ્પનું આયોજન દારુલ ઉલુમ અશરફીયા મુસ્તુફાઈય્યાહ ટંકારીઆ દ્વારા તારીખ ૩૦ મી જૂન ના રવિવારના રોજ સવારે ૯ કલાકે મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં હજ ના તમામ અરકાનો ની પ્રેક્ટિકલી સમજણ અનુભવી હુજ્જજો દ્વારા આપવામાં આવશે. તો ચાલુ વર્ષે હજ માં જનાર હુજ્જાજ ભાઈ બહેનો હાજરી આપી હજ ના તમામ અરકાનોની સવિસ્તાર માહિતી મેળવવા વિનંતી છે. બહેનો માટે આલીમાં દ્વારા અલાયદી તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે. એમ દારુલ ઉલુમ ના ટ્રસ્ટીઓ એક યાદીમાં જણાવે છે. સદર કેમ્પ ની પુર્ણાહુતી થયા બાદ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ટંકારીઆ તથા આસપાસના ગામોમાં શુક્રવારની રાત્રે વાદળોના ગડગડાટ વચ્ચે રહેમનો વરસાદ પડતા ખેડૂત વર્ગ ખુશખુશાલ થઇ ગયો છે.
લાંબા સમયથી ચાતક પક્ષી ની જેમ વરસાદ તરફ મીટ માંડીને બેઠેલા લોકો ની આતુરતાનો અંત આવી ગયો છે. જેમને કપાસનું આગોતરું વાવેતર કરી દીધું છે તેમના પાકોને જીવતદાન મળી ગયું છે અને તે ખેડૂતો માં રાહતની લાગણી ફેલાઈ જવા પામી છે. આમ શરૂઆત નો વરસાદ લગભગ ૧ ઇંચ જેટલો પડ્યાનું અનુમાન છે. ઠેર ઠેર ખાબોચિયામાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. ટંકારીઆ ગામની મધ્ય માંથી પસાર થતો કાન્સ ની સાફસફાઈ ની માંગણી છે કારણકે સમગ્ર ગામના પાણી ના નિકાલનો ફક્ત અને ફક્ત એકજ માર્ગ બચ્યો છે અને તે સીતપોણ તરફ આગળ જઈને ભૂખી ખાડીમાં પૂર્ણ થાય છે. જેની સાફસફાઈ ની માંગણી ઘણા વખત થી થતી આવેલી છે જે બાબતે પંચાયતે કાન્સ સાફસફાઈ ની કાર્યવાહી કરવા માટે ની અરજી પણ કાર્યપાલક ઈજનેર, કરજણ વિભાગ, અંક્લેશ્વરને મોકલી આપી છે પરંતુ હજુ સુધી સાફસફાઈ ની કાર્યવાહી હાથ ધરી નથી. સદર કાન્સ અગર ભારે વરસાદ પડે તો છલોછલ ભરાઈ જાય છે અને ટંકારીઆ ગામમાં નીચાણવારા વિસ્તારો માં પાણી ભરાઈ જાય છે જેથી નીચાણવારા વિસ્તારોમાં ઘરોમાં, દુકાનોમાં, તથા આઈ. ટી. આઈ. માં તથા મસ્જિદ માં પાણી ભરાઈ જાય છે અને પારાવાર નુકશાન થાય છે. તો શું સત્તાવારાઓ આ પ્રત્યે દયાન આપશે? અને ટંકારીઆ ગામના નેતાઓ પણ આ પ્રત્યે ધ્યાન આપશે? એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

1 2 3 14