ટંકારીઆ માં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. ચોમાસાના ભણકારા વર્તાઈ રહ્યા છે. ગમે ત્યારે વરસાદનું આગમન થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સખત ગરમી અને ઉકરાટે દરેક વ્યક્તિને આકાશ તરફ જોતા કરી દીધા છે. અલ્લાહ થી દુઆ છે કે અલ્લાહ રહેમતવારો વરસાદ નાઝીલ કરે અને ખેત ખાલિયાન ને લહેરાવી દે.