હિમાલય તથા ઉત્તરભારત માં ભારે હિમવર્ષાને પગલે તેની અસર ગુજરાત માં પણ દેખાઈ રહી છે. આજે સવારથીજ પવન સાથે વાતાવરણ પારો એકદમ ઘટી જવા પામ્યો છે. જેની અસર ટંકારીઆ માં પણ વર્તાઈ રહી છે. ભારે ઠંડીને લીધે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી. અને સમી સાંજ થીજ ઘરમાં રહેવાનું પસંદ કરે છે. ભારે ઠંડીને કારણે લોકો તેનાથી બચવા ના તમામ પ્રયત્નો કરી ઠંડી ઉડાવતા નજરે પડે છે.

સમગ્ર ભારતવર્ષ આજે ૭૦ મોં પ્રજાસત્તાકદિન ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે પણ આજરોજ પ્રજાસત્તાકદિન ની ઉજવણી ભારે હર્ષોલ્લાષ સાથે કરવામાં આવી હતી.
સૌ પ્રથમ ધ્વજ વંદન ગ્રામ પંચાયત ના પટાંગણમાં સરપંચ આરીફ પટેલ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. તથા સવારથીજ વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં આવી ગયા હતા. અને વિવિધ શાળાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં કન્યાશાળા મુખ્ય માં તથા આઈ. એન. વિદ્યાલય તથા એમ.એ.એમ. હાઈસ્કૂલ માં ધ્વજારોહણ ગામના સરપંચ, વાઇસ સરપંચ, પંચાયત ના સભ્યો તથા ગ્રામજનો તથા વિદેશથી પધારેલા અતિથિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા જેવા વિવિધ દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. અને ત્યારબાદ મીઠાઈઓ વહેંચી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.

Let’s celebrate this day for what it has given us. Let’s honor those freedom fighters who sacrificed their lives, all individuals who worked tirelessly to ensure constitutional rights to all citizens. Let’s celenrate Republic India…

Happy Republic Day India!!!