ટંકારીઆ ગામની કન્યા શાળા માં આજરોજ વિજ્ઞાન મેળો યોજાયો હતો. શાળાની બાળકીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. આ વિજ્ઞાન મેળો સી.આર. સી. ક્લસ્ટર ટંકારીઆ ના વડપણ હેઠળ યોજાયો હતો. આ વિજ્ઞાન મેળાને નિહાળવા વિવિધ શાળાઓમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આપ સૌ મોહીબબાને એહલે બૈત વ આશિકાને શોહદાએ કરબલા ને જણાવતા ખુશી થાય છે કે ૧ મોહર્રમુલ હરામ ૧૪૪૦ હિજરી તારીખ ૧૧/૯/૧૮ ના મંગળવાર ઈશા ની નમાજ બાદ થી  થી ૧૦ મુહર્રમુલ હરામ ૧૪૪૦ હિજરી દરમ્યાન મસ્જીદે મુસ્તુફાઈય્યાહ તથા જામે મસ્જિદ માં જ઼િકરે શોહદાએ કરબલા ની મહેફિલ બાદ નમાજે ઈશા રાખવામાં આવશે. તો આપ સૌ ને ગુજારીશ છે કે આપ તમામ ભાઈઓને આ મહેફિલોમાં હાજરી આપવા દાવત આપવામાં આવે છે. તો આપ તમામ આ મહેફિલોમાં હાજરી આપી સવાબે દારૈન હાસિલ કરશો.

નબીએ કરીમ સલ્લલાહો અલય્હે વસલ્લમે દુઆ ફરમાવી છે કે “યા અલ્લાહ મેં ઈન દોનો (હસનૈન કરીમેન) કો મહબૂબ રાખતા હું, તું ભી ઇનકો મહબૂબ રખ. ઔર જો ઇનસે મહોબ્બત કરતા હે ઉનકો ભી મહબૂબ રખ”………….. અલ હદીસ.