હાલ માં નવું કાર્યયત થયેલ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા ટંકારીઆ ગામના જરૂરતમંદો ને અનાજ નું વિતરણ કરવામાં આવ્યું હતું. એક સખીદાતા તરફથી આ ટ્રસ્ટને આર્થિક સહાય કરી ગામના જરૂરતમંદો ને તેલનો ડબ્બો, ચોખા જેવી જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ નો મુખ્ય ઉદ્દેશ ટંકારીઆ ગામના ગરીબ અને જરૂરતમંદોને વિવિધ રૂપે મદદ કરવાનો હોય અલ્લાહ પાસે આ ટ્રસ્ટ ની કામિયાબીની દુઆ કરવી જ રહી.