ભારત માનવ સંશાધન વિકાસ મંત્રાલય અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં NMMS અંતર્ગત લેવાયેલી રાજ્યકક્ષાની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ પૈકી ગુજરાત રાજ્ય મેરીટમાં પ્રાથમિક કુમારશાળા ટંકારીયા માંથી અતહર અહમદ રખડા અને અશરફ ફારૂક રખડા ઉત્તીર્ણ થઇ ગામ તથા શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્ય તથા શાળા પરિવાર તરફથી અભિનંદન તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ છે. તથા તેમની ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર ગુજરાત માંથી ફક્ત ૧૩૨ વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા છે જેમાં આપણા ગામના આ બે વિદ્યાર્થીઓ એ ગામનું નામ રોશન કરેલ છે. આ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા ૧૨૦૦૦ શિષ્યવૃત્તિ આગામી ૫ વર્ષ સુધી સરકાર તરફથી તેમના વધુ અભ્યાસ માટે મળશે. 

ભરૂચ તાલુકાની ટંકારીઆ ગામ પંચાયત માટે સરપંચ સહીત પંચાયત ની બોડીનું ઇલેકશન જાહેર થઇ ગયું છે જેના પગલે ટંકારીઆ ગામનું રાજકારણ ગરમાયુ છે. ચૂંટણી પંચ ની જાહેરાત મુજબ ટંકારીઆ ગામ પંચાયત ની સામાન્ય ચૂંટણી તારીખ ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ યોજાશે અને પરિણામ તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ જાહેર થશે. આ ચૂંટણીની જાહેરાત સાથે ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ઉમેદવારો ચૂંટણી પ્રચાર માં વ્યસ્ત થઇ જશે. જાણવા મુજબ ૧૫/૧/૧૮ ના રોજ જાહેરનામું બહાર પડશે ફોર્મ ભરવાની આખરી તારીખ ૨૦/૧/૧૮ છે તથા ફોર્મ પાછું ખેંચવાની તારીખ 23/૧/૧૮ છે. આગામી ચૂંટણી ભારે રસાકસી વચ્ચે થશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.