ટંકારીઆ ગામ પંચાયત ની ચૂંટણી નું બ્યુગલ ફુંકાયું
ભરૂચ તાલુકાની ટંકારીઆ ગામ પંચાયત માટે સરપંચ સહીત પંચાયત ની બોડીનું ઇલેકશન જાહેર થઇ ગયું છે જેના પગલે ટંકારીઆ ગામનું રાજકારણ ગરમાયુ છે. ચૂંટણી પંચ ની જાહેરાત મુજબ ટંકારીઆ ગામ પંચાયત ની સામાન્ય ચૂંટણી તારીખ ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ યોજાશે અને પરિણામ તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ જાહેર થશે. આ ચૂંટણીની જાહેરાત સાથે ઉમેદવારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ઉમેદવારો ચૂંટણી પ્રચાર માં વ્યસ્ત થઇ જશે. જાણવા મુજબ ૧૫/૧/૧૮ ના રોજ જાહેરનામું બહાર પડશે ફોર્મ ભરવાની આખરી તારીખ ૨૦/૧/૧૮ છે તથા ફોર્મ પાછું ખેંચવાની તારીખ 23/૧/૧૮ છે. આગામી ચૂંટણી ભારે રસાકસી વચ્ચે થશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
Leave a Reply