મૂળ ટંકારીઆ ના અને વડોદરા સ્થાયી થયેલા મુબારક પટેલ ઉર્ફે કાકુજી કે જેઓ વડોદરા ખાતે એપાર્ટમેન્ટ ની ચોકીદારી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પુત્ર નામે તૌસીફ કે જેની ઉમર આશરે ૩૩ વર્ષ ની છે તેમને ગળા, છાતી, તથા કમર ના ભાગે કૅન્સર નું નિદાન થતા તથા સંકુચિત આવક ને લઈને કેન્સર ની બીમારી માં પહોંચી વળાતું ના હોવાથી મદદ ની અપીલ આ માધ્યમ થકી કરવામાં આવે છે. અગર આપ મદદ કરવા ઇચ્છુક હોય તો આપ આપણી કોઈ પણ પ્રકારની રકમ તૌસીફ ના મામા સસરા યુનુસ ગોદર ઉર્ફે વાય. એમ. પટેલ ને મોકલી શકો છો. વધુ માહિતી માટે તેમનો સંપર્ક નંબર ૯૯૨૪૨ ૨૯૫૫૧ પર સંપર્ક કરી શકો છો. 

આજનું તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચ્યું
સમગ્ર ભરૂચ જિલ્લામાં ગરમોનો પારો એકાએક ૪૧ ડિગ્રી ને આંબી જતા ગરમીનો કહેર વધી જવા પામ્યો છે. બપોરના સમયે ભારે લૂ ની અસર વર્તાતી હતી. અને હાલમાં સાંજ ના સાડા પાંચ વાગ્યા ના સુમારે પણ ગરમી યથાવત જણાય છે. હવામાન ખાતા ની આગાહી મુજબ આવતા ૪૮ કલાક માં સમગ્ર રાજ્ય માં હીટવેવ ની ચેતવણી જાહેર કરી છે. હિટ વેવ ને ધ્યાને લઈને લોકો ને જરૂરત વગર ઘરની બહાર   નહિ નીકળવાની સલાહ જારી કરવામાં આવી છે. તદુપરાંત લોકો ને વધુમાં વધુ પાણી પીવાની, લીંબુ પાણી કે લીંબુનું શરબત જેવા પીણાં ઓ નો ઉપયોગ કરવાની તથા લૂ થી બચવાના પ્રયત્નો કરવાની સલાહ સત્તાવાળાઓ તરફથી આપવામાં આવી છે.