ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ પાસે પસાર થતી નહેરની મુખ્ય કેનાલ GF ૨૮ નંબર ના ગેટ થી આશરે ૫૦૦ મીટર ના અંતરે પાદરીયાની સિમ માં એક અજાણ્યા મજુર જેવા લાગતા સખ્શ ની હત્યા કરેલ લાશ મળી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રી એ  મજૂરી કામ  અર્થે આવેલા મજુર ની પાદરીયા ગામની સીમમાં મુખ્ય કેનાલ પાસેના ખેતરમાં ગળા તથા ગુપ્તાંગ ના ભાગે તીક્ષણ બ્લડે જેવા હથિયાર થી ઈજાઓ  કરી હત્યા ને અંજામ આપ્યો હતો.  હત્યા ની જાણ આજે બપોરે ૧૨ વાગ્યા ના સુમારે ખેતરમાં કામ કરવા જતા લોકો એ લાશ ને જોતા કરી હતી. હત્યારા ઓ એ હત્યા કરી ભારે પથ્થર વડે લાશ ને બાંધીને નહેરમાં નાખી દીધા બાદ હત્યારા ઓ ફરાર થઇ ગયા હતા.

આ હત્યા ની જાણ પાલેજ પોલીસ મથકના પી.આઈ. પટેલ સાહેબ ને થતા તેઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને હત્યા નો ગુનો નોંધી આગળ ની તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.