ટંકારીઆમાં ૭૫માં પ્રજાસત્તાકદિન ની ઉજવણી થઇ

સમગ્ર દેશ આજે ૭૫માં પ્રજાસત્તાકદિન ની ઉજવણી કરી રહ્યો છે. જે અંતર્ગત આજે ટંકારીઆ ગામમાં પણ ૭૫માં પ્રજાસત્તાકદિનની ઉજવણી શાનો શૌકતની સાથે કરવામાં આવી હતી. પ્રથમ ગ્રામ પંચાયતના પટાંગણમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યાર બાદ ગામની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વારાફરતી ધ્વજ વંદનનો પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં મુખ્યત્વે કન્યાશાળા [મુખ્ય] અને કુમારશાળા [બ્રાન્ચ] ના સંયુક્ત ઉપક્રમે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને ગામની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી એમ.એસ.સી. માં ત્રણ ત્રણ ગોલ્ડમેડલ મેળવનાર ફરહીન સલીમ ગુજિયાને તેણીની સફળતાને બિરદાવી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ એમ.એ.એમ. ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના મેદાનમાં એન.આર.આઈ. અયુબભાઇ મીયાંજીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મનોરંજનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં શાળાની વિદ્યાર્થીનીએ પ્રસંગને અનુરૂપ સ્પીચ, દેશભક્તિ ગીત, પ્રજાસત્તાકદિન નિમિત્તે ફેક્ટ જેવા કાર્યક્રમમો કર્યા હતા. તદ્પરાંત તમામ દેશ વાસીઓ માટે દુઆઓ પણ કરવામાં આવી હતી. હાજર રહેલ મહેમાનોમાં હાજી ઈસ્માઈલ સાહેબ ખૂણાવાલાએ પ્રસંગને અનુંરૂપ માનવ અધિકારનો બંધારણમાં સમાવેલા નીતિ નિયમો વિશેની ટૂંકી સમજ આપી હતી. આમ ૭૫માં પ્રજાસત્તાકદિનની ઉજવણીમાં આમંત્રિત શાળાના ટ્રસ્ટીમંડળ, શાળા પરિવાર તેમજ બાળકો મહેમાનોએ હાજર રહી અમલમાં આવેલ બંધારણ વિશેની માહિતી મેળવી અને તેણે સમજી ધામધૂમથી પ્રજાસત્તાકદિનની ઉજવણી કરી. વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા, માનવ અધિકારનું વાતાવરણ પૂરું પાડ્યું હતું, અંતે મો મીઠું કરી સૌ વિદાય થયા. આ સમારંભમાં એન.આર.આઈ. અયુબભાઇ મીયાંજી, ઈકબાલ ધોરીવાલા, ઈકબાલ વાડીવાલા, ઇસ્માઇલભાઈ ખૂણાવાલા ઉપરાંત તાલુકા સદસ્ય અબ્દુલ્લાભાઈ ટેલર, માજી સરપંચ ઝાકીર ઉમતા, ઉસ્માન લાલન, રિટાયર્ડ શિક્ષક દરબાર સાહેબ, માજી સભ્ય સલીમ ઉમતા, ગામના તલાટી ઘનશ્યામભાઈ શિક્ષક મિત્રો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*