ટંકારીઆ તથા પંથકમાં કમોસમી વરસાદ
આજે વહેલી સવારે આશરે ૫ વાગ્યે ટંકારીઆ તથા પંથકમાં જોરદાર કમોસમી વરસાદ પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગાજવીજ સાથે શરુ થયેલા આ વરસાદને પગલે શિયાળાની ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂત વર્ગના જણાવ્યા અનુસાર ઉભા પાકોને ખાસ કરીને મગ ના પાકને આ વરસાદ ને કારણે નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
Leave a Reply