૩૦ ઓવરની નોકઆઉટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ફહદ મતાદાર સી.સી. નો વિજય

બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ના મેદાન પર રમાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજે ફહદ મતાદાર સી. સી. અંકલેશ્વર અને મનુબર સી.સી. વચ્ચે રમાઈ હતી જેમાં ફહદ મતાદાર સી.સી. અંક્લેશ્વરનો ભવ્ય વિજય નીવડ્યો હતો.
ફહદ મતાદાર સી.સી. અંકલેશ્વરે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૩૦ ઓવરમાં ૨૦૭ ફટકાર્યા હતા જેના જવાબમાં મનુબર સી.સી. ૧૬૭ રન બનાવી ઓલઆઉટ થઇ જતા ફહદ મતાદાર સી.સી. અંક્લેશ્વર નો વિજય થયો હતો. બંને ટિમો તરફથી ગુજરાતના નામાંકિત ખેલાડીઓ રમવા પધાર્યા હતા. આ ટુર્નામેન્ટ માં મેન ઓફ ઘી સિરીઝ મનુબરના ફૈઝલ કારગિલ તથા બેસ્ટ બોલર તરીકે સીતપોણના સુહેલ પોપા તથા બેસ્ટ બેટ્સમેન નો ખિતાબ મનુબરના મુસ્તુફા અને આ મેચના મેન ઓફ ઘી મેચ તરીકે ફહદ મતાદાર સી.સી. ના જલાલ પટેલ જાહેર થયા હતા. તમામને ટ્રોફી અને રોકડ ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. આ મેચ જોવા માટે ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં આવ્યા હતા. સમગ્ર સમારંભનું સંચાલન અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*